Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

નવી કલેકટર કચેરી-બહુમાળીએ ફોર્મ ભરવા સમયે કાર્યકરોના ટોળા આચારસંહિતાનો ખુલ્લે આમ ભંગઃ ૯૦ ટકા માસ્ક વગરનાઃ ભારે દેકારો

નવી કલેકટર કચેરીએ તો ભાજપના ધરખમ આગેવાનો હતાઃ ડમીએ તો કોઇએ ફોર્મ જ નથી ભર્યા... : રાજય ચૂંટણી પંચે આપેલા નિયમોનું ૧ ટકો પણ પાલન નહિં: ટોકન સિસ્ટમ પણ ભૂલાઇ ગઇ... : સેનેટાઇઝર જેવું કાંઇ હતું નહિં: પોલીસ પણ મૂક પ્રેક્ષક

રાજકોટ તા. પઃ મહાનગરપાલીકા ચૂંટણીમાં આજે ભાજપના ૭ર ઉમેદવારોએ તો કોંગ્રેસના રર થી વધુ ઉમેદવારોએ જે તે રીટર્નીંગ ઓફીસર સમક્ષ બપોરે ૧ર-૩૯ પછી ફોર્મ રજૂ કર્યા પરંતુ નવી કલેકટર કચેરી (વોર્ડ નં. ૭-૮-૯) નો બહુમાળીએ (વોર્ડ નં. ૧૦-૧૧-૧ર) અને નાયબ જમીન દફતર કચેરી (વોર્ડ નં. ૪-પ-૬)ના ફોર્મ ભરાયા હતા, પરંતુ આ ફોર્મ ભરવા સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના મોટા ટોળા એકઠા થતા ભારે દેકારો મચી ગયો હતો, રાજય ચૂંટણી પંચે જાહેર કરેલ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. ૯૦ ટકા કાર્યકરો માસ્ક વગરના હતા, દરેક જગ્યાએ સેનેટાઇઝરનો અભાવ હતો એક પછી એક ઉમેદવાર બોલાવવાના અને ટોકન સિસ્ટમ અપનાવવાની હતી તે પણ ભૂલાઇ ગયું હોય તેમ જોવા મળ્યું હતું.અહીં વોર્ડ નં. ૭-૮-૯ના ફોર્મ ભરવા સમયે તો ભાજપના ધરખમ આગેવાનો સર્વશ્રી કમલેશ મીરાણી, કશ્યપ શુકલ, કમલેશ જોષીપુરા, કાશ્મીરાબેન નથવાણી, ગુણુભાઇ ડેલાવાળા વિગેરે હાજર હતા, છતાં કાર્યકરોના ટોળા યથાવત રહ્યા હતા. R.O. ની ચેમ્બર બહાર અને અંદર પોલીસ હતી, સઘન બંદોબસ્ત હતો, પરંતુ પોલીસ પણ મૂક પ્રેક્ષક બની ગઇ હતી, કોરોનાના કપરા કાળમાં નવી કલેકટર કચેરી-બહુમાળી વિગેરે સ્થળોએ આ દશા રહેતા તેની ગંભીર નોંધ ચૂંટણી પંચે લીધી છે, એક વિગત મુજબ વોર્ડ નં. ૭-૮-૯ માં ભાજપ તરફથી ડમી કોઇ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી, કાલે ભરનાર હોવાનું બહાર આવ્યું છે.

વોર્ડ નં. ૭-૮-૯માં ભાજપ-આપ અને NCP સહિત પક્ષના કુલ ર૧ ફોર્મ રજૂ થયા

રાજકોટ, તા. પ : ચુંટણી અધિકારી રાજકોટ મહાનરગપાલિકા વોર્ડ નં. ૭,૮,૯ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સમક્ષ આજે તા.૦પ ના બપોરે ૩ સુધીની આપ અને ભાજપ તથા એન.સી.પી.ના કુલ ર૧ ફોર્મ ભરાયા હતા.

ઉમેદવારનું નામ

બેઠકનો પ્રકાર

વોર્ડ નંબર

પક્ષનું નામ

વર્ષાબેન કિરીટભાઇ પાંધી

સામાન્ય

ભારતીય જનતા પાટી (BJP) 

નેહલકુમાર ચીમનભાઇ શુકલ

સામાન્ય

ભારતીય જનતા પાટી (BJP) 

દેવાંગભાઇ પ્રદ્યુમનભાઇ માંકડ

સામાન્ય

ભારતીય જનતા પાટી (BJP) 

જયશ્રીબેન પ્રવીણભાઇ ચાવડા

અનુ.જાતિ

ભારતીય જનતા પાટી (BJP) 

વસંતભાઇ કામેશ્વરભાઇ શુકલ

સામાન્ય

એન.સી.પી.

એઝાઝભાઇ ઇકબાલભાઇ ચૌહાણ

સામાન્ય

એન.સી.પી.

શિવલાલ લક્ષ્મણભાઇ પટેલ

સામાન્ય

આમ આદમી પાર્ટી (AAP)

વિરડીયા અશોકભાઇ વલ્લભભાઇ

સામાન્ય

આમ આદમી પાર્ટી (AAP)

પન્નાબેન નિલેશભાઇ જોષી

સામાન્ય

આમ આદમી પાર્ટી (AAP)

દર્શનભાઇ ડાયાભાઇ કણસાગરા

સામાન્ય 

આમ આદમી પાર્ટી (AAP)

પાર્થકુમાર નીતીનકુમાર મકાતી

સામાન્ય 

આમ આદમી પાર્ટી (AAP)

અશ્વિનભાઇ મેઘજીભાઇ પાંભર

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

બીપીનભાઇ નાથાભાઇ બેરા

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

પ્રીતીબેન સંદીપભાઇ દોશી

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

દર્શનાબેન અતુલભાઇ પંડયા

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

પુષ્કરભાઇ હરીલાલ પટેલ

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

આશાબેન રાજીવભાઇ ઉપાધ્યાય

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

જીતુભાઇ મનુભાઇ કાટોલિયા

પાછત વર્ગ

ભારતીય જનતા પાટી (BJP)

દક્ષાબેન ભરતભાઇ વસાણી

સામાન્ય 

ભારતીય જનતા પાટી (BJP)

રવીન્દ્રભાઇ મેરામભાઇ મોરા

પાછત વર્ગ

એન.સી.પી.

રવી દિનેશભાઇ અમૃતિયા

સામાન્ય

આમ આદમી પાર્ટી (AAP)

(3:14 pm IST)