Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોર્પોરેશનમાં ઉમેદવાર દીઠ ૬ લાખ : જિલ્લા પંચાયતમાં ૪ લાખ ચૂંટણી ખર્ચ મર્યાદા

માન્ય સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારમાં નહિ ગણાય

રાજકોટ, તા. પ :  રાજય ચૂંટણી પંચ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે. તાલુકા પંચાયતના મતક્ષેત્ર માટે ર લાખ અને જિલ્લા પંચાયતના મતક્ષેત્ર ઉમેદવાર દીઠ રૂ. ૪ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચના સચિવ શ્રી મહેશ જોષીએ ખર્ચ મર્યાદા અને સ્ટાર પ્રચારકોના પ્રવાસ ખર્ચ અંગે માર્ગદર્શક આદેશ બહાર પાડયા છે. મહાનગરપાલિકામાં વોર્ડમાં ઉમેદવાર દીઠ રૂ. ૬ લાખની ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે.

રાજકીય પક્ષોના નેતાઓ (સામાન્ય રીતે મુખ્ય પ્રચારક તરીકે ઓળખાતા) દ્વારા કરવામાં આવેલ હવાઇ માર્ગ અને અન્ય પરિવહન મારફતે કરેલ મુસાફરી અંગેનો ખર્ચ રાજકીય પક્ષ દ્વારા ઉભા રાખવામાં આવેલ ઉમેદવારે કે અધિકૃત કરેલ ચૂંટણી એજન્ટ દ્વારા કરેલ ખર્ચમાંૈ સામાવેશ થશે નહી. રાજય ચૂંટણી આયોગમાં નોંધાયેલ રાજકીય પક્ષોએ તેમના રાજકીય પક્ષોના નેતાઓ (સામાન્ય રીતે મુખ્ય પ્રચારક તરીકે ઓળખાતા) અંગેની યાદી ચુંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના નેતાઓ (સામાન્ય રીતે મુખ્ય પ્રચારક તરીકે ઓળખાતા) તરીકે જાહેર કરેલ હોય અને તે પૈકી કોઇ નેતા સ્વરાજયના એકમો માટે રાજકીય પક્ષના ચૂંટણી અંગેના ઉમેદવાર હોય તો તેઓના મત વિસ્તારમાં આવવા અને જવા માટેનો ખર્ચ ઉપરોકત (૧) મુજબ ગણાશે. પરંતુ એક વખત પોતાના મતવિસ્તારમાં આવ્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચાર સંબંધે કરવામાં આવેલ ખર્ચ તે ઉમેદવારના ખર્ચ તરીકે ગણાશે.

(3:16 pm IST)