Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મીડિયાને જોઈ કાયમી આદતની જેમ રેશ્માબેનનો સસ્તી પ્રસિધ્ધી મેળવવાનો પ્રયાસઃ ઉદય

અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી એ દરમ્યાન રેશ્માબેન વચ્ચે આવી ચૂંટણી અધિકારી અને મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા

રાજકોટ,તા.૫: ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી સહિતના પક્ષોના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા. દરમિયાન ઉદય કાનગડ તેના ઉમેદવારો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા હતા. તે દરમ્યાન ઉદય કાનગડ અને રેશ્મા પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ મામલે ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉદય કાનગડે જણાવ્યું હતું કે અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી.

આ દરમિયાન રેશ્માબેન અને તેના ૮ થી ૧૦ લોકો સિધા જ ચૂંટણી અધિકારી પાસે આવી મેન્ડેટની પ્રોસીજર શું છે સહિતની બાબતે ચૂંટણી અધિકારી સાથે ઝગડો કરવા લાગ્યા હતા.

મેં રેશ્મા બેનને કહ્યું પહેલા અમારી પ્રોસીજર પૂરી થવા દયો બાદ તમારી પ્રોસીજર કરાવજો. બસ એટલી વાતમાં રેશ્માબેન ઉશ્કેરાઈ ગયા. તેમની ટેવ મુજબ મીડિયાને જોઈ સસ્તી પ્રસિધ્ધી મેળવવા મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા. અમે કોઈપણ જાતનું ગેરવર્તન કર્યુ નથી.

(3:49 pm IST)