Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ડો. જૈમન ઉપાધ્યાયે ૩૩ વર્ષથી ભાજપના અડીખમ સમર્થીત કાર્યકર અનિષ જોષીની પીઠમાં ખંજર ભોંકયુ !

હું નથી તું જ ફાઈનલ છે તેમ કહી સતત અંધારામાં રાખીને પોતાનુ ચેરમેનપદ પાકુ કર્યુ...ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે યોગ્યતાને પ્રાધાન્ય આપ્યુ ? સોશ્યલ મીડીયામાં ફરતા મેસેજ

રાજકોટ, તા. ૫ :. રાજકારણમાં 'સારા કરતા મારા'ને વધુ મહત્વ મળતુ હોય છે ત્યારે છેલ્લા ૩૩ વર્ષથી ભાજપનું સક્રિયપણે કામ કરનાર અનીષ જોષીને ટીકીટ તો દૂર રજૂઆતને ગેરશિસ્ત ગણીને સસ્પેન્ડ કરી દેવાની ઘટનામાં સોશ્યલ મીડીયામાં મેેસેજ ફરતા થયા છે. તેમા પૂર્વ મેયર અને કોંગ્રેસમાંથી આવેલા ડો. જૈમન ઉપાધ્યાયે ડો. અનીષ જોશીને અંધારામાં રાખીને ખેલ પાડી દીધો હોવાની ચર્ચા ચાલે છે.

સોશ્યલ મીડીયામાં ફરતો મેસેજ પૂર્વ મેયર વોર્ડ ૧૪ના કોર્પોરેટર ડો. જૈમન ઉપાધ્યાયે વોર્ડ નં. ૧૪ના ભાજપના કાર્યકર અનીષ જોશીની પીઠ પાછળ ખંજર ભોંકયુ, એવુ કહેવામા આવે છે કે ગુરૂ શિષ્યની કારકિર્દી બનાવે પણ આ ગુરૂએ પોતાના શિષ્યની કારકિર્દી ખતમ કરી નાખી. હું નથી આ વખતે તું જ ફાઈનલ છે.. એમ કહીને સતત અંધારામાં રાખ્યા... પોતાની જ્ઞાતિ માટે લડવાની તાકાત નથી. અન્યાય સામે મૌન રહેવુ એ પણ અન્યાય કરવા બરોબર છે. મતદાતાની નાડ પારખવામાં અને દોસ્તી નિભાવવામાં નિષ્ફળ નિવડયા છે. સોશ્યલ મીડીયામાં ફરતા મેસેજમાં વધુમાં જણાવ્યુ છે કે રાજકોટ ૭૦ના જાગૃત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પાટીદાર જ્ઞાતિના હોવા છતા પાર્લામેન્ટરી બોર્ડ અને શહેર ભાજપની સંકલન સમિતિમાં અનીષ જોશીને વોર્ડ નં. ૧૪ની - ભાજપની ફાઈનલ પેનલમાં સમાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન રહ્યા હતા. તેમની યોગ્યતાને વધારે પ્રાધાન્ય આપ્યુ. ડોકટરે તો જ્ઞાતિનું નામોનિશાન વોર્ડ નં. ૧૪માંથી મીટાવી દીધુ અને પોતાનુ વ્યકિતગત બોર્ડ નિગમ ચેરમેન પદ પાકુ કરી નાખ્યું તેવી પણ સોશ્યલ મિડીયામાં ચર્ચા છે.

(4:16 pm IST)