Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ઇસ્કોન મંદિરે પદયાત્રાનું આગમન

ભારત ભ્રમણ પદયાત્રા ૩૬ વર્ષથી ચાલી રહી છે : ત્રણ દિવસ ઇસ્કોન મંદિરે રોકાણ બાદ યાત્રા પ્રસ્થાન કરશે

સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે નિકળેલ ઇશ્કોન પદયાત્રાનું રાજકોટમાં સ્વાગત :  રાજકોટ : આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા સમગ્ર ભારતમાં સનાતન ધર્મની સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવા યોજવામાં આવેલ પદયાત્રા આજે શુક્રવારે રાજકોટ આવી પહોંચતા કાલાવડ રોડ ખાતેના ઇશ્કોન મંદિરે ભાવસભર સ્વાગત કરાયુ હતુ. બળદગાડામાં ભગવાન શ્રી ગૌર નિતાઇ (શ્રીકૃષ્ણ- બલરામ સ્વરૂપ) ને બિરાજમાન કરીને હરે કૃષ્ણ મહામંત્રના હરિનામ સંકિર્તન સાથે આવી પહોંચેલ આ યાત્રા ત્રણ ચાર દિવસ રાજકોટમાં રોકાણ કરશે. શ્રીમદ્દ ભાગવદ ગીતા, શ્રીમદ્દ ભાગવત, શ્રી રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનું વિતરણ કરાશે. પૂ. લોકનાથ સ્વામી મહારાજના આશીર્વાદથી શ્રીમાન આચાર્ય પ્રભુજી આ પદયાત્રાનું સંચાલન સંભાળી રહ્યાછે. સર્વે નગરજનો ધર્મપ્રેમીઓએ પદયાત્રા કરીને આવેલ આ બળદગાડામાં બિરાજમાન ભગવાનના દર્શન અને પ્રસાદનો લ્હવો લેવા રાજકોટ ઇશ્કોન મંદિરના પ્રમુખ શ્રી વૈષ્ણવસેવાદાસજી (મો.૯૮૯૮૫ ૫૦૧૮૫) એ અનુરોધ કરેલ છે.

રાજકોટ,તા. ૫: આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન) દ્વારા સમગ્ર ભારતમાં આપણી સનાતમ ધર્મની સંસ્કૃતિનો પ્રચારકાંતિ આ પદયાત્રા આવતીકાલે તા. ૫/૨/ ૨૦૨૧ શુક્રવારના રોજ ૧૦: ૦૦ વાગ્યે ઇસ્કોન મંદિરે પ્રવેશ કરશે. તેઓ ૩ થી ૪ દિવસ રાજકોટમાં રોકાણ કરશે. આ પદયાત્રાના ભકતો બળદગાંડામાં ભગવાનશ્રી શ્રી ગૌરનિતાઇ (શ્રીકૃષ્ણ -બલરામ સ્વરૂપ)ને સાથે લઇને સમગ્ર ભારતમાં હરે કૃષ્ણ મહામંત્રના હરિનામ સંકીર્તન દ્વારા સનાતન ધર્મના વૈદિક મૂલ્યોના પ્રચાર અને આપણી સનાતન સંસ્કૃતિનું જતન કરવા માટે કાર્યરત છે. તેમજ શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત અને શ્રી રામાયણ ગ્રંથોના અથાક અને અવિરત વિતરણ દ્વારા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. યાત્રા રાજકોટ પહોંચી છે.

સ્વામી મહારાજના આર્શીવાદથી શ્રીમાન આચાર્ય પ્રભુજી આ પદયાત્રાનું સંચાલન કરી રહ્યા છે. તેઓ અમુક ભકતોના સમૂહને લઇને ભારત દેશનાં સમગ્ર ગામ તથા શહેરોમાં સનાતન ધર્મનો પ્રચાર કરે છે.  આ અમૂલ્ય કાર્ય દરમ્યાન તેઓએ દરકે જગ્યાએ કડવા અને મીઠા અનુભવો થાય છે. પરંતુ દરેક પરિસ્થિતીને સહન કરીને તેઓ છેલ્લા ૩૬ વર્ષથી આ પદયાત્રા કરી રહ્યા છે. ભગવાનશ્રી દ્વારકાધીશની દ્વારકાપુરી શરૂ કરીને સમગ્ર ભારતમાં તેઓ અત્યાર સુધીમાં કુલ ૬ ચક્કર લગાવી ચૂકયા છે. હવે તેઓ ૭ મી વખત પુનઃ પગપાળા ભારત ભ્રમણ કરવા જઇ રહ્યા છે.પદયાત્રી તેમજ તેમની સાથે વિરાજમાન ભગવાન શ્રી શ્રી ગૌર નિતાઇ રાજકોટ વાસી પતિત પાવન ભગવાન અને ભકતોના દિવ્ય દર્શનાર્થ ઇસ્કોન મંદિર રાજકોટ પધારે. રોજ સાંજે ૭ વાગ્યે આરતી થાય છે તેમાં પધારો અને મહાપ્રસાદ ગ્રહણ કરો. પદયાત્રીઓ ફરી પાછા આપણાં રાજકોટમાં ૧૧ વર્ષ પછી આવશે તેથી લ્હાવો લેવા જણાવાયું છે.

(3:53 pm IST)