Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ત્રંબામાંથી ભૂપત બોદર જિલ્લા પંચાયતમાં ઝંપલાવશે? પ્રમુખ પદના સંભવિત ઉમેદવાર

શહેરી ક્ષેત્રમાંથી ગ્રામીણ ક્ષેત્રની મતદાર યાદીમાં નામ ઉમેરાયુઃ સંકલન બેઠકમાં પ્રદેશ કક્ષાએથી નામ ઉમેરાયુ

રાજકોટ તા. પ :.. જિલ્લા પંચાયતની કસ્તુરબાધામ ત્રંબા બિન અનામત બેઠક પર પૂર્વ કોર્પોરેટર ભૂપત બોદર ચૂંટણી લડે તેવા નિર્દેષ મળે છે આ બેઠક પર ભાજપમાં એક થી વધુ ઇચ્છુકો છે પણ બોદર માટે સર્વાનુમતી થઇ જાય તેવા સંજોગો છે. તેમણે ખુદે ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે.

મુળ રાજકોટ તાલુકાના બેડલાના વતની ભૂપત બોદર ભાજપના સક્ષમ દાવેદાર ગણાય છે. સેન્સ પ્રક્રિયા વખતે તેમનું નામ કયાંય હતુ નહિ પરંતુ કોઠારીયા રોડ પર જિલ્લાની સંકલન બેઠક વખતે પ્રદેશ નેતાગીરીની પ્રેરણાથી તેમનું નામ સંભવિત ઉમેદવાર તરીકે ઉમેરવામાં આવ્યુ હતું. તેઓ વર્ષોથી શહેરના મતદાર હતા પણ થોડા દિવસ પહેલા તેમનું નામ શહેરના બદલે ત્રંબા મતક્ષેત્રમાં ફેરવવામાં આવ્યાનું જાણવા મળે છે. આંતરિક રાજકીય ગતિવિધી જોતા તેમને ટીકીટ મળવાનું નિશ્ચિત જણાય છે.

જિલ્લા પંચાયતમાં હવે પછી અઢી વર્ષ પ્રમુખપદ સામાન્ય વર્ગ માટે (બિન અનામત)  છે. ભાજપને બહુમતીના સંજોગોમાં ભુપત બોદરને પ્રમુખ પદના સંભવિત ચહેરા તરીકે જોવામાં આવે છે. ત્રંબામાં તેમની ઉમેદવારીની આસપાસની બેઠકોમાં પણ ભાજપ તરફી સારી અસર પડે તેવુ ભાજપના વર્તુળો માને છે.

(4:01 pm IST)