Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મનપાની આગામી ચૂંટણીમાં ભાજપ ૭૨ બેઠકોમાં જ્વલંત વિજય મેળવશે : કમલેશ મીરાણી

કોંગ્રેસ મુકત ગુજરાતના મંત્રને આ ચૂંટણીમાં રાજકોટના મતદારો ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસમુકત રાજકોટ બનાવશે : ભંડેરી : બિનાબેન આચાર્ય, ગોવિંદભાઇ પટેલ સહિતના આગેવાનોએ જાહેરસભામાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યા

રાજકોટ તા.૫ : આજે બપોરે ૧૨ વાગ્યે શહેરના બહુમાળી ભવન પાસે ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કમલેશ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ તથા બિનાબેન આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ભાજપને જ્વલંત વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને આજે બપોરે ૧૨.૩૯ કલાકે ભાજપના ૭૨ ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ ઉધ્બોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થશે અને ૭૨ કમળ ખીલશે, મહાનગરપાલિકાના ભાજપના ૪૦ વર્ષના શાસનમાં પ્રજાએ પ્રેમ, હુંફ, લાગણી કમળ પર વરસાવી છે. પક્ષના વિવિધ મહાનુભવોએ ભાજપને વટવૃક્ષ બનાવેલ છે. કેન્દ્ર સરકારમાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અનેકવિધ વિકાસ કામો અને પ્રજાલક્ષી કલ્યાણના કાર્યો રહ્યા છે.

તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભીનંદન આપતા જણાવ્યું કે, તેઓએ પ્રજાની અપેક્ષાના અનેકવિધ કાર્ય કર્યા છે. રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસપોર્ટ, નવી ઝનાના હોસ્પિટલ, નવું રેસકોર્સ, અટલ સરોવર સહિતની તમામ સુવિધાઓ આપેલ છે. ભાજપ મહાનગરપાલિકાના શાસન સમય દરમિયાન ૧૮ વોર્ડોનો સમતોલ વિકાસ કરેલ છે અને એક સરખુ બજેટ ફાળવીને પ્રાથમિક સુવિધાઓ આપી છે. તેમજ મહત્વકાંક્ષી મોટા પ્રોજેકટ પણ આપ્યા છે. આગામી દિવસોમાં ૨૪ કલાક પાણી શહેરને મળે તે દિશામાં જઈ રહ્યા છીએ. આપણું રાજકોટ અન્ય શહેરોની હરોળમાં ઉભુ રહે તે આપણી ફરજ છે. પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ જણાવ્યું કે, રાજકોટ શહેરના તમામ વિસ્તારોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચાર બ્રિજનું ખાતમુર્હૂર્ત અને એક બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીમાં ૭૨ બેઠકો પર કમળ ખીલશે અને ભાજપ શાસનમાં આવશે. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું, કેન્દ્ર અને રાજય સરકારના અનેકવિધ વિકાસકામોને ઉજાગર કરીને લોકો પાસે જવાનું છે. રાજકોટ સમૃદ્ઘ અને વિકસીત બને તે દિશામાં જઈ રહ્યા છીએ. આ તકે ચૂંટણીના કાર્યમાં કાર્યકરોને કટિબદ્ઘ થવા અનુરોધ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુકત ગુજરાતના મંત્રને ચૂંટણીમાં રાજકોટના મતદારો ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસ મુકત રાજકોટ બનાવશે.

આ પ્રસંગે ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, રાજકોટ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, હરિભાઈ પટેલ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, રક્ષાબેન બોળિયા, મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાય, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા,  પૂર્વ સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ જોશીપુરા, કશ્યપભાઈ શુકલ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, આગેવાનીમાં તેમજ પાર્ટીના વરીષ્ઠ આગેવાનો તથા વિવિધ સમાજના આગેવાનો અને ૧૮ વોર્ડના ૭૨ બેઠકોના ઉમેદવાર બહેનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી અને આભાર દર્શન શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કર્યું હતું.  કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશીએ સંભાળી હતી. ઉમેદવારી પત્રની કામગીરી નીતિનભાઈ ભૂત, અંશ ભારદ્વાજ, વિક્રમભાઈ પૂજારા, વિજયભાઈ ઠાકુર, મહેશ રાઠોડ, કુલદિપસિંહ જાડેજા, ચેતન રાવલ રાજનભાઈ ઠક્કર, માધવ દવે, હિતેષ દવે, દિલસુખ રાઠોડ, મનસુખલાલ પીપળીયા, વિજય વ્યાસ, પ્રશાંત લાઠીગરા, વિમલ ડાંગર, મિતેષભાઈ નંદાણી, જયેશ બોઘરા, જયસુખ બોઘરા, આર.ડી.દવે, જયપ્રકાશ, સી.એચ.પટેલ, કિશન સોરઠીયા, ભરત બદાણી, વિજય રૈયાણી, આનંદ પરમાર, ગૌરવ ઘ્રુવ, નિલેશભાઈ, ધર્મેશ સખીયા, ધવલ ત્રિવેદી, જીતેન્દ્રગીરી ગોસ્વામી, જીતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ જોશી, સંજય પરમાર, નરોત્તમ જેઠવા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

(3:59 pm IST)