Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અમારો પણ ભાજપને ટેકો

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આજે ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા એ પહેલા બહુમાળી ભવન પાસે ભાજપની જાહેરસભા યોજાઇ હતી. આ સભામાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોએ ઉમટી પડી ઉમેદવારોને જામ ચડાવ્યું હતું. આ વખતે બે ટાબરીયા પણ ગળામાં ભાજપનો ખેસ નાંખીને નાનો પણ મજબૂત ટેકો આપતાં નજરે ચડ્યા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)