Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભાજપ - કોંગ્રેસ - આપના ઉમેદવારો ધનાઢય : ખેતીની જમીનો : લાખોનું સોનુ

અશોક ડાંગર પાસે ૪.૭૨ લાખ રોકડા : રાજભા ઝાલા પાસે ૧.૧૧ કરોડની ખેતીની જમીન : વર્ષાબેન રાણપરા પાસે ૧ લાખ રોકડા : ડો. દર્શીતાબેન શાહ પાસે ૧ કરોડની બેંક બેલેન્સ

રાજકોટ તા. ૫ : મ.ન.પા.ની ચૂંટણી લડી રહેલા ભાજપ - કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ સાથે જે સોગંદનામામાં સ્થાવર - જંગમ મિલ્કત દર્શાવી છે તે આ મુજબ છે.

કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

૪.૭૨ લાખ રોકડા, એસબીઆઇમાં ૪ લાખની લોન, ૨૨ લાખની ખેતીની જમીન, ૧ ટોયોટા - ઇનોવા કાર

'આપ'ના શહેર પ્રમુખ

રાજભા ઝાલા

૧૨૦૦૦ની બેંક બેલેન્સ, ૫ લાખનું સોનુ, ઘંટેશ્વરમાં ૬.૫૦ લાખનો પ્લોટ, લાપાસરીમાં ૧.૧૧ કરોડની ખેતીની જમીન

ભાજપના સુરેન્દ્રસિંહ વાળા

૭૦ હજાર રોકડ હાથ પર, પંજાબ બેંકમાં ૫૫૦૦ અને સીટીઝન બેંકમાં ૧૭ લાખની બેંક બેલેન્સ, પંચશીલ સોસાયટીમાં ૨૮ લાખનું મકાન, એચડીએફસી બેંકમાં ૬૭૦૦૦ની લોન, ૨.૭૫ લાખનું સોનુ, મહુવા તાલુકામાં ૪૧ લાખની ખેતીની જમીન

ભાજપના વર્ષાબેન રાણપરા

૧.૨૦ લાખ રોકડા, ૨.૬૫ લાખ બેંક બેલેન્સ, ગુંદાવાડીમાં ૩૫ લાખનો ફલેટ, ટીવીએસ સ્કુટી, ૪.૭૦ લાખનું સોનુ

ભાજપના ડો. દર્શીતાબેન શાહ

૫૦ હજાર રોકડા, આઇડીએફસી બેંકમાં ૫૦ લાખની બેલેન્સ, બીઓઆઇમાં ૬૩ લાખની બેલેન્સ, ૪ લાખનું મ્યુ. ફંડ તથા શેર માર્કેટમાં રોકાણ.

(6:19 pm IST)