Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

અકિલા પરિવારના દુઃખમાં ભાગ લેતા ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ

સ્‍વ. વીણાબેન ગણાત્રાના સ્‍મરણો હૃદયમાં અને કાર્યોની સુવાસ શ્વાસમાં

રાજકોટ : શહેરના નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલે અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનના દેહવિલય અંગે ઉંડા દુઃખની લાગણી અનુભવી આજે અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારના આંગણે અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા અને તંત્રી અજિતભાઇ ગણાત્રાને મળી દિલસોજી આપી હતી. તેમણે સ્‍વ. વીણાબેનની બિમારી અને સારવાર અંગે ચર્ચા કરી સ્‍વ.ના સદ્‌ગુણો અંગે રાજીપો વ્‍યકત કર્યો હતો. પરિવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્‍મા શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે અકિલાના ક્રાઇમ વિભાગના પત્રકાર જયદેવસિંહ જાડેજા સાથે રહ્યા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(4:27 pm IST)