Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

જુગાર રમવા જેવી બાબતે બોલાચાલી બાદ હત્યા: પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાજકોટના ઘન્ટેશ્વર 25 વારિયામાં હત્યાની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્સોએ શોહિલ મેમણ નામના 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર જુગાર રમવા જેવી બાબતને બોલાચાલી થઇ અને ત્યાર બાદ ઉશ્કેરાઈને આરોપીએ યુવકની હત્યા કરી નાખી. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.

(6:32 pm IST)