Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

લોન મેળવી ફાયનાન્સરને આપેલ ૯ લાખનો ચેક રિટર્ન થતાં ખાણીપીણીના ધંધાર્થી સામે ફરિયાદ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ શહેરનાં પંચવટી વિસ્તારમાં શ્રી એન્ટરપ્રાઇસના નામથી ફાઇનાન્સનો ધંધો કરતાં ફરીયાદી હસમુખભાઇ રાવલ પાસેથી બીગ બજાર પાસે બાલાજી સેન્ડવીચના નામથી ખાણીપીણીનો ધંધો કરતાં જયેશભાઇ ભોવનભાઇ મરવીયા વિરૂધ્ધ રૂ. ૯ લાખના ચેક રીટર્નની ફરીયાદ નોંધાવેલ છે જે અંગે રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ આરોપી વિરૂધ્ધ સમન્સનો હુકમ કરેલ છે.

આ બનાવની ટૂંક હકિકત એવી છે કે રાજકોટ શહેર પંચવટી વિસ્તારમાં શ્રી એન્ટરપ્રાઇસના નામથી ફાઇનાન્સનો ધંધો કરતાં હસમુખભાઇ રાવલ પાસેથી રાજકોટના સત્ય સાઇ હોસ્પિટલ પાસે રહેતા અને ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ બીગ બજાર પાસે બાલાજી સેન્ડવીચના નામે ખાણી-પીણીનો ધંધો કરતાં જયેશભાઇ મરવીયાએ વર્ષ ર૦૧૯ માં કટકે કટકે રૂ. ૯ લાખની લોન મેળવેલ હતી જે લોનની ચૂકવણી પેટે ફાઇનાન્સને રૂપિયા ૯ લાખના ચેકો આપેલ જે ચેકો વગર ચુકવણે પરત ફરેલ અને લોન પેટે લીધેલ નાણા પરત ચુકવવાને બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે, કહેવત અનુસાર જયેશભાઇ મરવીયાએ ફાઇનન્સર વિરૂધ્ધ ખોટા અને ઉપજાવી કાઢેલ આક્ષેપો વાળી પોલીસમાં  અરજી આપેલ જે અરજીમાં કોઇ તથા ન જણાતા પોલીસે દ્વારા ફાઇલે કરવામાં આવેલ હતી.

નોટીસનો સમય ગાળો પૂર્ણ થયા બાદ પણ આરોપીને નાણા ચૂકવેલ નહીં જેથી ફરીયાદએ તેમના વકીલ શ્રી સંજય પંડીત મારફત કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ દાખલ કરતાં કોર્ટે આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સનો હુકમ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી પંડિત એસોસીએટસના એડવોકેટ સંજય પંડિત, કલ્પેશભાઇ મોરી, બીનીતા પટેલ વિગેરે રોકાયેલ છે.

(3:27 pm IST)