Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ઉના પોલીસ મથકના દારૂના બે ગુનામાં ફરાર દિવ્યેશ ઉર્ફે દેવાને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

ત્રણ મહિનાથી નાસતા ફરતા શખ્સને કોઠારિયા રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૪ : ગીરસોમનાથના ઉના પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના બે ગુનામાં નાસતા-ફરતા શખ્સને ક્રાઇમબ્રાંચની ટીમે કોઠારિયા રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ઉના પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના બે ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો શખ્સ કોઠારિયા રોડ પરથી નીકળવાનો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. યુ.બી.ગોરાણા, એ.એસ. આઇ.બી. આર. ગઢવી, સી.એમ. ચાવડા, હેડ કોન્સ. જયંતીભાઇ, અભીજીતસિંહ, પ્રદિપસિંહ, ભાવીનભાઇ, ઇન્દ્રજીતસિંહ તથા કરણભાઇ મારૂ સહિતે કોઠારિયા રોડ સુતા હનુમાન મંદિરવાળી શેરીમાંથી દિવ્યેશ ઉર્ફે દેવો કેશુભાઇ ઓડેદરા (ઉ.૩૬) (રહે. ગીરીરાજ સોસાયટી શેરી નં.ર, બ્લોક નં.૩૦ બસ સ્ટેશન પાછળ જુનાગઢ) ને પકડી લીધો હતો. તે અગાઉ જેતપુર તાલુકા, રાજકોટ ગાંધીગ્રામ, તાલુકા અને વંથલી પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે.(૬.૨૮)

(4:07 pm IST)
  • પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી.. આજે સવારે તેમણે મુખ્યમંત્રીપદના સોગંદ લીધા તે સમયની તસવીર access_time 11:08 am IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST

  • ગુજરાતના ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન શંકરભાઈ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે access_time 6:30 pm IST