Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસાને તોફાનો ધ્રૃણાસ્પદ : ડો. કમલેશ જોષીપુરા

રાજકોટ, તા. પ : બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો દ્વારા ભાજપાના કાર્યકર્તાઓની હત્યા,  હુમલાઓ, લૂંટફાટ તેમજ રાજ્યભરમાં ફેલાઈ રહેલ હિંસાનો ડો. કમલેશ જોશીપુરા સહિત દેશના વિવિધ ક્ષેત્રના ૧૧ જેટલા મહાનુભાવોએ ઉગ્ર વિરોધ કરી બંગાળમાં ચૂંટણી પછીની હિંસાખોરી માટે ચિંતા વ્યકત કરી છે. 

તેઓએ જણાવ્યું કે બહુમતી મેળવી શાસનની ધુરા સંભાળનારની એ ફરજ બની જાય છે કે વ્યકિત ગમે તે પક્ષ ની હોય પરંતુ તે પોતાના રાજ્યનો નાગરિક છે અને પોતાના રાજ્ય નાગરિકોના જાન માલની રક્ષા સાથે સૌની સુરક્ષા સુનિશ્ચિત કરે પરંતુ ૪૮ કલાક સુધી હત્યા, રકતપાત, ઘરો ઉપર હુમલાઓ, કાર્યાલયો સળગાવવા અને મુક પ્રેક્ષક બની હત્યા નો ભોગ બનનાર પરિવાર માટે સહાનુભૂતિનો એક શબ્દ નહીં ઉચારવાની વૃત્તિ યોગ્ય નથી દેશ મુખ્યમંત્રી પાસે તત્કાળ હિંસાખોરી રોકે તેવી વ્યાજબી અપેક્ષા રાખે તે સ્વાભાવિક જ છે  અને તેઓ આ દિશામાં સક્રિય બને તેવી લાગણી બુદ્ધિજીવીઓ અને સાર્વજનિક જીવનમાં પ્રવૃત વર્ગમાં વ્યાપક રીતે પ્રવર્તે છે.

વિશ્વ વંદનીય સ્વામી વિવેકાનંદજી, પ્રેરણા સ્ત્રોત્ત શ્રી બંકિમબાબુ કે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર સહિતના અનેક મહાપુરુષોની ભૂમિમાં આ પ્રકારની હિંસાત્મક પ્રવૃતિઓ જરાપણ શોભાસ્પદ નથી. હિંસા અટકવી જોઇએ તેવી પ્રોફેસર કમલેશ જોશીપુરા, પૂર્વ કુલપતિ, સભ્ય ફપ્પ્ન્ ભારત સરકાર, આર. પી. લુથરા, વરિષ્ટ ધારાશાસ્ત્રી, સર્વોચ્ચ અદાલત, પ્રો. ઉન્નત પંડિત, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી, આર. બી. રામસુબ્રહ્મણયમ, વરિષ્ટ ધારાશાસ્ત્રી, મદુરાઈ તામિલનાડુ, શ્રી રાજેન્દ્ર પાંડે, વરિષ્ટ ધારાશાસ્ત્રી, અલ્હાબાદ હાઇકોર્ટ, શ્રી પંકજકુમાર સિંઘ, દિવ્યાંગો માટે કાર્યરત, રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, સેવા વ્રતી, શ્રીમતી શીલ્પા ધાર, બેટી બચાવો મોહિમના પ્રધાનમંત્રી સન્માનિત, ગાયનેકોલોજિસ્ટ, વારાણસી, ડો  વી. રાજેન્દ્ર, પૂર્વ કુલપતિ, સાલેમ.તામિલનાડુ, લલિત ચોપરા, અગ્રણી ઉદ્યોગપતિ, નવી દિલ્હી, વિજય કરણ, વરિષ્ટ શિક્ષણવીદ, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, પટના બિહાર, પ્રો. અગ્રવાલ, વરિષ્ટ અર્થશાસ્ત્રી, લખનઉ યુનિવર્સિટીએ સંયુકત યાદીમાં આક્રોશભેર જણાવેલ છે.

(3:03 pm IST)