Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

સિંગાપુરથી આવેલા ઓકિસજનના મહત્વના મશીન કોન્સ્ટ્રટ્રેશનના ૩૦ નંગ રાજકોટ કલેકટરને ફાળવાયા

રાજકોટ કલેકટરે કબ્જો લઈ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મોકલી દીધા

રાજકોટ, તા. ૫ : રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાના દર્દીઓ અને કેસો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે ત્યારે સીંગાપુરથી આવેલા અને ઓકિસજન માટેના મહત્વના મશીન એવા કોન્સ્ટ્રટ્રેશન નામના મશીન રાજકોટને ગુજરાત સરકારે આજે ૩૦ જેટલા ફાળવતા તેનો કબ્જો કલેકટર તંત્રએ સંભાળી લીધો હતો.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ પત્રકારોને જણાવ્યુ હતું કે આ તમામ ૩૦ મશીન આજે જ જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રો પર મોકલી દેવાશે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઓકિસજનની જે ડિમાન્ડ છે તેમાં રાહત મળશે.

આ મશીન હવામાંથી ઓકિસજન ખેંચી નાઈટ્રોજન બહાર ફેંકે છે અને એક દર્દી માટે એ એક મશીન કામ કરી શકશે.

(3:06 pm IST)