Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

દુઃખ નિવારણ ગુરૂદ્વારા કોવીડ દર્દીઓ માટે ઓકસીજનનાં બાટલા ભરી દેવા નિઃશુલ્ક સેવા

શેકેલી હળદર અને તેલનું વિતરણ નિઃશુલ્કપણે ચાલુઃ હરીસીંઘભાઇ સુચરીયા

રાજકોટ તા. પઃ ગુરૂદ્વારાનાં તથા શીખ સમાજનાં અગ્રણી હરીસીંઘભાઇ સુચરીયાની યાદી જણાવે છે કે હાલ કોરોનાનાં કપરા સમયમાં સરકાર તથા પ્રશાસનમાં મદદરૂપ બની શકે એ હેતુસર કોરોનાંથી પીડીત દર્દીઓને ઓકસીજનની તાતી જરૂરીયાત પૂરી કરવા ઓકસીજનનાં ખાલી બાટલા લાવનારને નિઃશુલ્ક ઓકસીજન ભરી આપવામાં આવશે. ગુરૂદ્વારા દુઃખ નિવારણ સાહેબ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ પરથી સવારે ૯-૦૦ થી રાત્રે ૬-૦૦ દરમ્યાન ખાલી બાટલામાં ઓકસીજન ભરી આપવામાં આવશે.

આ અગાઉનાં લોકડાઉન દરમ્યાન સતત પપ દિવસ સુધી સવાર સાંજ દરરોજનાં ૧ર૦૦૦ જેટલા ફૂડ પાર્સલ જુંપડપટ્ટીઓમાં તથા સરકારશ્રીનાં માર્ગદર્શન પ્રમાણે જરૂરીયાતમંદોને સેવાકીય સંસ્થાઓનાં માધ્યમ દ્વારા પહોîચાડવામાં આવ્યા. શીખ સમાજ કે જે લંગર સેવા માટે ભારત જ નહિ વિશ્વમાં સુવિખ્યાત છે અહીંથી દરરોજનાં પ૦૦ ફૂડ પાર્સલ પહોîચાડવાનું કાર્ય રેષકોર્ષ રીંગ રોડ ઉપર બેન્ક ઓફ ઇન્ડીયા બીલ્ડીંગ વાળી શેરીમાં દુઃખ નિવારણ ગુરૂદ્વારાથી ફૂડ પેકેટ બનાવવાનું કાર્ય ચાલું છે.

કોરોનાં મહામારીના મારણ સમાન શેકેલી હળદર અને તેલનું વિતરણ સતત નિઃશુલ્કપણે ગુરૂદ્વારાથી ચાલુ છે. તેમનાં દ્વારા ખાસ જણાવવામાં આવેલ કે રેષકોર્ષ પાસે ગુરૂદ્વારા છે તેમાં લંગર ચાલે છે તથા સવારે ૭ થી ૮ કીર્તન દરરોજ ચાલે છે. તેમ હરીસીંઘભાઇ સુચરીયાની યાદીમાં જણાવાયું છે.

(4:26 pm IST)