Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પોલીસ ડિપાર્ટમેન્ટે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએઃ ડીજીપી આશીષ ભાટીયા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ઉપસ્થિતિમાં ઇનોવેશન હબના ચેરપરસન અંજુ શર્મા સાથે એમઓયુ થયા : રાજકોટ પોલીસ દ્વારા ઇનોવેશન હબ સાથે ટેકનોલોજીના માધ્યમથી લોકહીતાર્થના કાર્યો કરવા એમઓયુ કરાયા

રાજકોટઃ 'હાલમાં તમામ ક્ષેત્રે ટેકનોલોજી ખુબ જ જરૂરી છે.  તમામ પોલીસ ડિપાર્ટમેન્ટએ પણ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇએ'...તેમ  ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ ઇનોવેશન હબ સાથે રાજકોટ પોલીસના એમઓયુ થયા તે પ્રસંગે જણાવ્યું હતું.  ડીજીપીશ્રી ભાટીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દિન પ્રતીદિન આધુનીકરણ તરફ આગળ વધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજીંદી કામગીરીમાં સમયના બચાવ સાથે સચોટ કામગીરી ઉપર ભાર મુકવામાં આવે છ. આ ઉપરાંત વડાપ્રધાનશ્રી દ્વારા પણ આત્મનિર્ભર ભારત પર વધુ ભાર મુકવામાં આવે છે. પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે વિશ્વમાં ભારતનુ નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી ગુજરાત સરકારના શૈક્ષણીક ખાતા સાથે સંકળાયેલ ઇનોવેશન હબ જે એક તરફ શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે તેની સામે બીજી તરફ ગુજરાત સરકારના કાર્યરત અલગ અલગ સરકારી વિભાગો તથા પ્રાઇવેટ સેકટરો સાથે સંકળાયેલ છે. જેની કામગીરી બીજી તરફના એટલે કે જેઓને ટેકનોલોજીની જરૂરીયાત છે તેવા વિભાગો, પ્રાઇવેટ સેકટરો સાથે Memorandum of Understanding (એમઓયુ) કરવામાં આવે છે અને તેઓ તરફથી તેમના વિભાગને જે ટેકનોલોજીની જરૂરીયાત વિભાગના પ્રશ્નો હોય તેની માહિતી ઇનોવેશન હબ દ્વારા મેળવવામાં આવે છે અને તે જરૂરી માહિતી અધારે તેઓ શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલ પ્રતિભાશાળી યુવાનોને પ્લેટફોર્મ પુરૂ પાડે છે. ડીજીપીશ્રી આશિષ ભાટીયાની હાજરીમાં ઇનોવેશન હબના ચેરપરસન અને પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી અંજુ શર્મા સાથે ગઇકાલે એમઓયુ કરાયા હતાં. આ પ્રસંગ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. શ્રી અંજુ શર્મા દ્વારા રાજકોટ શહેર પોલીસને તેઓની જરૂરીયાત મુજબની ટેકનોલોજી પ્રતિભાશાળી યુવાનો પાસે વિકસાવીને પુરી પાડવામાં આવશે. જેથી પોલીસ વધુ સારી રીતે લોકહિતાર્થના કાર્યો કરી શકશે.
 

(1:16 pm IST)