Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દેવનગરના ઢોળે દોઢ મહિનાથી ધમધમતા કૂટણખાના પર દરોડોઃ રવિ રિક્ષાવાળો પકડાયો

ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસનો દરોડોઃ રવિ અને પિત્રાઇ બહેન સાથે મળીને મુંબઇ-અમદાવાદની યુવતિઓ પાસે દેહના સોદા કરાવતાં હતાં

રાજકોટ તા. ૫: નવાગામ આણંદપરમાં દેવનગર ઢોળા પર આવેલી ઓરડીમાં રહેતો રિક્ષાચાલક રવિ રમેશભાઇ ભખોડીયા (ઉ.વ.૨૯) પોતાની પિતરાઇ બહેન નયના રાજેશભાઇ દુમાદીયા સાથે મળી બહારની યુવતિઓને રાખી તેની પાસે દેહવેપલો કરાવી કૂટણખાનુ ચલાવતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસે દરોડો પાડી રવિને પકડી લીધો હતો.

પીએસઆઇ યુ. બી. જોગરાણાની ફરિયાદ પરથી દેવનગર ઢોળે રામાપીર મંદિર પાસે રહેતાં રિક્ષાચાલક રવિ રમેશભાઇ ભખોડીયા તથા નયના રાજેશભાઇ દુમાદીયા સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫ મુજબ ગુનો નોંધ્યો છે. આ બંને બહારની બે યુવતિને ઓરડીમાં રાખી તેની પાસે વેશ્યાવૃતિ કરાવી પોતે ગ્રાહક દિઠ વધુ પૈસા મેળવી લેતાં હતાં. ડીસીબીના પીએસઆઇ જોગરાણા ઉપરાંત એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, અભીજીતસિંહ, ઇન્દુભા, કરણ મારૂ, કુવાડવાના પીએસઆઇ રોહડીયા, અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ, મુકેશભાઇ, અનિતાબેન, ક્રિષ્નાબેન સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દોઢેક મહિનાથી આ બંને આવી પ્રવૃતિ કરતાં હોવાનું ખુલ્યું હતું.

(3:08 pm IST)