Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ભાવનગર રોડ પટેલવાડી સામેથી દારૂની ૩૬ બોટલ કબ્જેઃ દિપકની શોધ

બી ડીવીઝન પોલીસનો દરોડો સીસીટીવી કેમેરામાં દિપક કુમારખાણીયા દારૂની હેરાફેરી કરતા દેખાયો

રાજકોટ તા. પ : ભાવનગર રોડ પર આવેલ પટેલ વાડી સામે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૬ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પટેલ વાડી સામે કબ્રસ્તાનની દીવાલ પાસે દારૂનુંકટીંગ થતુ હોવાની એ. એસ.આઇ. વિરમભાઇ, જયદીપસિંહ બોરાણા, અને ચાંપરાજભાઇ ખવડને બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ. બી.ઔસુરાના માર્ગર્શન હેઠળ પી.એસ.આઇ. બી.બી.કોડીયાતર એ. એસ. આઇ. વીરમભાઇ, સલીમભાઇ, હેડ કોન્સ. અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, ચાપરાજભાઇ, સંજયભાઇ, મિતેષભાઇ, પરેશભાઇ, નીરવભાઇ, વિશ્વજીતસિંહ તથા ભાવેશભાઇએ ભાવનગર રોડ પટેલવાડી સામે કબ્રસ્તાનની દીવાલ પાસે વોંકળાના નાલા પાસે દરોડો પાડી એક કોથળામાંથી રૂ.૧૦,૮૦૦ ની કિંમતની દારૂની ૩૬ બોટલ મળી આવી હતી. બાદ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં પાંજરાપોળ શીતળા માતાજીના મંદિર વાળી શેરીમાં રહેતો દિપક બાબુભાઇ કુમારખાણીયા (ઉ.ર૧) દારૂની હેરાફેરી કરતો નજરે પડતા તેની શોધખોળ હાથ ધરી છે.

(3:08 pm IST)