Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ફાયરીંગ કરી હત્યાની કોશિષ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૫ :. ફોરચ્યુનર ગાડીમાં પાંચ ઈસમો પીસ્ટલ, ધારીયુ તેમજ તલવાર જેવા હથીયારો સાથે ફરીયાદીને મારી નાખવાના ઈરાદા સાથે હુમલો કરવામાં આવેલ હતો જે સબબની ફરીયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં તા. ૫-૪-૨૦૨૧ના રોજ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪ વિગેરે તેમજ આર્મ્સ એકટ અને જી.પી. એકટ મુજબની વિવિધ કલમો મુજબની ફરીયાદ નોંધવામા આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ કામે આરોપીને સુરેન્દ્રનગરની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

આ તમામ આરોપીઓ જતા રહેલ અને તે દરમિયાન ફરીયાદીની સ્કોરપીયો ગાડીના આગળના ભાગે તલવારથી મારી ગાડીનો આગળનો કાચ તેમજ પથ્થર મારી ગાડીનો પાછળનો કાચ પણ તોડી નાખેલ હતો અને જતા જતા ફરીયાદીને ધમકી આપતા ગયેલ કે આજે તો તુ બચી ગયેલ છો પણ હવે પછી નહી બચે હું તને જાનથી મારી નાખીશ અને આ કામના ફરીયાદીના પગીને ઈજા થતા તેમને સારવાર માટે દવાખાને લઈ ગયેલ હતા. જે અંગેની વિગતવાર ફરીયાદ મન્સુર લોલાડીયાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આપેલ હતી. જે સબબ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.

આ કામે આરોપી ફરદીન ફીરોઝભાઈ સોઢા દ્વારા પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત થવા માટે સુરેન્દ્રનગરની સેસન્સ કોર્ટમાં જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી જે અન્વયે આરોપી વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે નામદાર હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગરની નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન મેળવવાની અરજી મંજુર રાખતો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ. પટગીર તેમજ જસદણના એડવોકેટશ્રી સાહિસ્તાબેન એસ. ખોખર રોકાયેલ હતા.

(3:10 pm IST)