Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજકોટમાં બાસમતી રાઇસમાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળની શંકાઃ ૮ સ્થળોએથી નમૂના લેવાયા

ગાંધીનગરમાં ફરીયાદ થતા મ.ન.પા.ની ફુડ શાખા દ્વારા મોચી બજાર, દાણાપીઠ, ગાયકવાડી, સાધુ વાસવાણી રોડ, કુવાડવા રોડ, રૈયા રોડ, લાતી પ્લોટ, રાજનગર ચોક વિગેરે વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું: ૬ ખાદ્યતેલનાં નમૂના લેવાયાઃ નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલાવાયા

રાજકોટ તા. પ :. શહેરમાં બાસમતી રાઇસમાં પ્લાસ્ટીકનાં ચોખાની ભેળસેળ થતી હોવાની ફરીયાદ ગાંધીનગર ફુડ સેફટી ડીપાર્ટમેન્ટમાં થતા મ.ન.પા.ની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં બાસમતી રાઇસના વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ૮ સ્થળોએથી બાસમતી ચોખ્ખાના તથા મસ્ટર્ડ ઓઇલ જુદી જુદી બ્રાન્ડનાં ૬ નમૂના લેવામાં આવ્યા હતાં. આ તમામ નમૂના રાજય સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ ફુડ સેફટી ઓથોરીટી ની ગાઇડ લાઇન મુજબ ફુડ સેફટી ડિપાર્ટમેન્ટ-ગુજરાત રાજય ગાંધીનગર દ્રારા આપવામાં આવેલ આદેશ અનુસાર ખાદ્યચીજ (મસ્ટર્ડ ઓઇલ - જુદી જુદી બ્રાન્ડ)ના નમુના લઇ ફુડ સેફટી સ્ટાન્ડેડ એકટ ૨૦૦૬ અનુસાર એનાલીસીસ અર્થ મોકલવામાં આવેલ જેમાં (૧)Shree Gita “Musturd Oil”(500 ml pkd bottle), સ્થળ:-ઓમ ટ્રેડીંગ, મોચીબજાર મે.રોડ. (૨)Tirupati” “Musturd Oil”(500 ml pkd bottle), સ્થળ:-મે.ગુલાબચંદ કીરચંદ એન્ડ સન્સ, લાભ ચેમ્બર્સ, દાણાપીઠ. (૩)Uma Brand Musturd Oil(500 ml pkd), સ્થળ:-લક્ષ્મી ટ્રેડીંગ કુા., મોચીબજાર પોસ્ટ ઓફીસ સામે. (૪)Fortune Premium Kachi Ghani Pure Musturd Oil(500 ml pkd), સ્થળ:-સતનામ માર્કેટીંગ ગાયકવાડી સીંધુ બેન્ક સામે, (૫)Nakoda Musturd Oil Kachhi Ghani(200 ml pkd), સ્થળ:-ગોલ્ડન સુપર માર્કેટ, સાધુવાસવાણી રોડ.(૬) Appu Gold Kachi Ghani Musturd Oil(500 ml pkd), સ્થળ:-તુલસી સુપર માર્કેટ, આલાપ ગ્રીનસીટી સામે, રૈયા રોડનો સમાવેશ થાય છે.

ચોખ્ખામાં ભેળસેળની શંકા

ફુડ સેફટી ડિપાર્ટમેન્ટ-ગુજરાત રાજય ગાંધીનગર ને મળેલ માહીતી અનુસાર બાસમતી રાઇસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ કરવામાં આવે છે તેને અનુલક્ષીને - રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા બાસમતી ચોખાના જુદા જુદા વિતરકોને ત્યા ચકાસણી હાથ ઘરવામાં આવેલ અને આ મુજબના - બાસમતી રાઇસના નમુના ફુડ સેફટી સ્ટાનડર્ડ એકટ ૨૦૦૬ અન્વયે એનાલીસીસ અર્થે મોકલવામાં આવેલ જેમાં

(૧)Shahi Veer Delight Basmati Rice(1 kg pkd), સ્થળ:-એમ.ડી.મહેતા, ૧-લાતી પ્લોટ. (૨)Double Elephant Indian Basmati Rice(1 kg pkd), સ્થળ:-જય હિન્દ ટ્રેડર્સ,૧/૮ લાતીપ્લોટ, કુવાડવા રોડ. (૩)Sajda 1121 Popular Basmati Rice(from 25 kg pkd), સ્થળ:-જે.જે.એન્ડ કંપની, લાતી પ્લોટ-૧/૬, કુવાડવા રોડ. (૪)Alnaaz Basmati Rice(from 5 kg pkd), સ્થળ:-રમેશચંદ્ર છગનલાલ એન્ડ બ્રધર્સ, લાતી પ્લોટ, કુવાડવા રોડ, (૫)Trophy Royale’ 1121 Finest Extra Long Basmati (1 kg pouch pkd), સ્થળ:-જે.જે. એન્ડ કંપની, લાતી પ્લોટ-૧/૬, કુવાડવા રોડ. (૬)Daawat Super Basmati Rice (1 kg pkd), સ્થળ:-કૃષ્ણ જનરલ સ્ટોર, રાજનગર ચોક, (૭) Swad Basmati Rice (from 20 kg pkd), સ્થળ:-શ્રી વિશ્વનાથ એન્ટરપ્રાઇઝ, મોચીબજાર, (૮) Sweet Tadul Basmati Rice (from 20 kg pkd), સ્થળ:- શ્રી ગોકુલ ટ્રેડીંગ , મોચીબજારનો સમાવેશ થયા છે.

(3:56 pm IST)