Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજકોટ શહેર -જિલ્લામાં થર્ડ વેવ અંગે તમામ તૈયારીઓ : બપોર બાદ આજે મુખ્ય સચિવની કલેકટર સાથે વી.સી.

રાજકોટ, તા. પ :  રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાની ત્રીજી વેવ અંગે કલેકટર તંત્રે યુધ્ધના ધોરણે તૈયારીઓ આદરી છે, ૧૪ હજાર બેડ, ર૩ ઓકસીજન પ્લાન, રેમેડેસિવીયર ઇન્જેકશન, મ્યુકરના દર્દીઓ, દવા, તેનો સ્ટોક, બાળકોના કેસો આવે તો તે માટે અલગથી બેડ સહિતની તૈયારીઓ કરાઇ છે, આ ઉપરાંત પોસ્ટ કોવીડ દર્દીઓનેે પણ આવરી લેવા અંગે એડી. કલેકટરે કરેલ સુચનનું પણ આવરી લેવાયું છે. આ તમામ બાબતે આજે બપોર બાદ મુખ્ય સચિવની રાજકોટ જીલ્લા કલેકટર-ડીડીઓ તથા અન્ય અધીકારીઓ સાથે ખાસ વીસી યોજાઇ છે.

(4:03 pm IST)