Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પૂરવઠાએ ઝડપી લીધેલ ઘઉં - ચોખાનું સેમ્‍પલ ફેઇલ : ઉપલેટામાં ઝડપાયેલ જથ્‍થામાં તપાસ શરૂ

રાજકોટના કેસમાં ફોજદારી કરાઇ છે : બંને કેસમાં કડક પગલા લેવાશે

રાજકોટ તા. ૪ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, તાજેતરમાં પરસાણાનગર-૮માંથી રાજકોટ પુરવઠા તંત્રે ઝડપી લીધેલ ૫ લાખની કિંમતના ઘઉં - ચોખાના કેસમાં સેમ્‍પલ ફેઇલનો રીપોર્ટ આવ્‍યો છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, ઘઉં - ચોખા બંનેના સેમ્‍પલ ગાંધીનગર એફએસએલમાં મોકલાયેલ, જેમાં ગઇકાલે સેમ્‍પલ ફેઇલનો રીપોર્ટ આવ્‍યો છે, આ કેસમાં જવાબદાર અલ્‍તાફ સામે ફોજદારી કરાઇ છે, અને પુરવઠા લેવલે પણ તપાસ ચાલુ છે.

જ્‍યારે ઉપલેટામાં ઝડપાયેલ ૧૪ લાખની કિંમતના રાશનના ઘઉં - ચોખાના જથ્‍થામાં પુરવઠા તંત્ર ઉપરાંત ધોરાજી એસડીએમ - પ્રાંત દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે, નિવેદનો લેવાઇ રહ્યા છે, તેનો રીપોર્ટની રાહ જોવાઇ રહી છે, બંને કેસમાં કડક પગલા લેવાશે તેવો નિર્દેશ કલેકટરે આપ્‍યો હતો.

(3:55 pm IST)