Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

લાતી પ્‍લોટ અને માધાપર ચોકડીએથી રાજકોટ અને જામનગરના ત્રણ શખ્‍સો વિદેશી દારૂ સાથે પકડાયા

એલસીબી ઝોન-૧ ટીમ અને ક્રાઇમ બ્રાંચની ટીમના દરોડાઃ બે શખ્‍સોના નામ ખુલ્‍યા : દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ અને એએસઆઇ બી. જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા તથા કનકસિંહ સોલંકીની બાતમી પરથી દરોડાઃ ઉદય મલિક, પ્રશાંત જય, દેવેન્‍દ્રસિંહ પકડાયાઃ પ્રશાંત ઉર્ફ પસો અને નિર્મળસિંહના નામ ખુલ્‍યા

રાજકોટ તા. ૫: વિદેશી દારૂના દરોડામાં  ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમે લાતી પ્‍લોટમાંથી ધોરાજીના શખ્‍સને રૂા. ૪૩૨૦૦નો ૧૬૮ બોટલ દારૂ સાથે ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. જ્‍યારે ક્રાઇમ બ્રાંચની ટીમે માધાપર ચોકડી પાસેથી રાજકોટ, જામનગરના બે શખ્‍સને રૂા. ૪૮૦૦૦નો ૧૨૦ બોટલ દારૂ કારમાં ભરીને નીકળતાં પકડી લીધા છે. રાજકોટના બે શખ્‍સોના આ ગુનામાં નામ પણ ખુલતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરને મળેલી બાતમી પરથી લાતીપ્‍લોટ-૫માંથી ઉદય મામદભાઇ મલેક (ઉ.૧૯-રહે. રાધાનગર ઉપલેટા રોડ ધોરાજી)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૨૮૮૦૦ની ઇમ્‍પિરીયલ બ્‍લુ વ્‍હીસ્‍કીની ૭૨ બોટલો તથા રૂા. ૧૪૪૦૦ની એઇટ પીએમ વ્‍હીસ્‍કીની ૯૬ બોટલો કબ્‍જે કરી મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૪૮૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. ઉદય છુટક મજૂરી કરે છે. તે દારૂ ક્‍યાંથી લાવ્‍યો અને કોને આપવાનો હતો? તેની તપાસ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ અને જીતુભા ઝાલાએ આ કામગીરી કરી હતી.

અન્‍ય દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીની બાતમી પરથી માધાપર ચોકડી પાસેથી જીજે૦૫સીએન-૬૦૦૧ને અટકાવી તલાસી લેતાં અંદરથી રૂા. ૪૮૦૦૦ની મેકડોવેલ્‍સ નંબર વન વ્‍હીસ્‍કીની ૧૨૦ બોટલો મળી આવતાં તે તથા ૧.૨૫ લાખની કાર મળી રૂા. ૧.૭૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી બે શખ્‍સો જય પ્રફુલભાઇ દલસાણીયા (ઉ. ૨૪-રહે. સ્‍વાતિ એવન્‍યુ એપાર્ટમેન્‍ટ ત્રીજો માળ સી-૨૦૩, આડો પેડક રોડ) તથા દેવેન્‍દ્રસિંહ અભેરાજસિંહ વાઢેર (ઉ.૨૭-રહે. ખોડિયાર કોલોની-૨, સાત રસ્‍તાથી આગળ જામનગર)ની ધરપકડ કરવામાં આવી હતી.

આ બંનેની પુછતાછમાં રાજકોટ લક્ષ્મીવાડીના પ્રશાંત ઉર્ફ પસો કિશોરભાઇ  પરમાર (રહે. લક્ષ્મીવાડી) તથા નિર્મળસિંહ ગુલાબસિંહ જાડેજા (રહે. શ્વાતી એવન્‍યુ એપાર્ટમેન્‍ટ ડી-૨૦૩, ત્રીજો માળ આડો પેડક રોડના) દારૂ સપ્‍લાય કરનાર તરીકે નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, ચેતનસિંહ ગોહિલ, જયદેવસિંહ પરમારે આ કામગીરી કરી હતી. 

(1:41 pm IST)