Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરની ઉપસ્થિતીમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર-ઝોન કારોબારીઃ મોંઘવારી સામે આક્રોશ

રાજકોટ : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ- જેનીબેન ઠુંમરની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટમાં  સૌરાષ્ટ્ર ઝોનમાં આવતા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી રામકિશન ઓઝાજીનાં  અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજબરોજ વધતી મોંઘવારી મહિલા ઓના માથે ગેસ, અનાજ , તેલ નાં ભાવ વધારો, કે મહિલા સુરક્ષા અને હક અધિકાર માટે માર્ગ દર્શન પૂરું પાડવા માં આવ્યું હતું. આવનાર વિધાન સભામાં મહિલા શશકિત કરણ થકી આ મોંઘવારી વિરૂદ્ધ જંગ છેડી મોંઘવારી ને નાથવાનો સંકલ્પ લઈ કોંગ્રેસ પક્ષ ને જીતાડવા વધુ માં વધુ મહેનત કરશે એ દિશા માં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું. અને મહિલાઓ નાં પડતર પ્રશ્નોને વાચા આપવાનું આહવાન મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું.

(2:53 pm IST)