Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સાપરાધ મનુષ્‍ય વધના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને ફગાવતી કોર્ટ

રાજકોટ તા. પ : મરણજનારને મશકરીમાં છરી મારવાના ગુન્‍હામાં પુરાવાનો નાશ કરનારસ્ત્રી આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા.૧૪/૬/રર ના રોજ ખોખડ ગામ હનુમાન મંદિર પાછળ સરદાર આવાસ યોજનાના કવાર્ટર પાસે મરણજનાર દેવરાજભાઇ કિશોરભાઇ પરમારની મશ્‍કરીમાં છરી વતી સાથળના ભાગે છરી મારી ઇજા કરતા સારવાર દરમ્‍યાન મરણ જનારના ભાઇએ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં આરોપી (૧) શૈલેષભાઇ શાન્‍તુભાઇ સોલંકી તથા આરોપી (ર) જોશનાબેન અશોકભાઇ પરમાર વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ.

આ ફરીયાદના અનુસંધાને પોલીસે છરી મારનાર શૈલેષભાઇ સોલંકીની તથા આ ગુન્‍હામાં પુરાવાનો નાશ કરનાર જોશનાબેન પરમારની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેલમાંથી આ ગુન્‍હાના એવા આરોપી જોશનાબેન પરમારે જામીન ઉપર છુટવા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરૂધ્‍ધ કરતા રજુઆત કરેલ કે આરોપી જોશનાબેન પરમારે સદરહુ ગુન્‍હા બન્‍યા પછી પુરાવાનો નાશ કરેલ છે છરી સંતાડી દીધેલ છે તેમજ જમીન ઉપર પડેલ લોહી સાફ કરી નાખેલ છે તેમજ મરણ જનારના લોહી વાળા કપડા પણ બદલાવી નાખેલ છે આમ આરોપી સામે પુરાવાનો નાશ કરવાનો ગંભીર ગુન્‍હો છે આવા આરોપીને જામીન આપવા જોઇએ નહી તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજશ્રી જે.ડી.સુથારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:14 pm IST)