Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

નવી રસી ઓરીજીનલ વુહાન વાયરસ અને ઓમીક્રોનને બનાવશે નિશાનઃ કોરોના સામેની લડાઇમાં આ રસી ટર્નીંગ પોઇન્ટ બનશેઃ કંપનીનો દાવો

મોર્ડનાની નવી સુપર બુસ્ટર રસી આવી રહી છે

૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના ઓમીક્રોન સામે રક્ષણ માટે અપડેટેડ સુપર બુસ્ટર રસી આવી રહી છે તેવું સૂચવવામાં આવ્યુ છે. રીપોર્ટમાં દાવો કરાયો છે કે મોડર્નાની આ અપડેટેડ રસીને આગામી અઠવાડીયાઓમાં મંજૂરી મળી જવાની આશા છે.

૨૧૪ તરીકે ઓળખાતી આ રસી બે રીતે કામ કરશે એટલે કે તે ઓરીજીનલ વુહાનવાળા વાયરસ અને ઓમીક્રોનના વિભીન્ન વેરીયન્ટ સામે ઇમ્યુનીટી ઉત્પન્ન કરવામાં મદદ કરશે.

પીફાઇઝર -બાયોએન્ટેક પણ એક બાયવેલન્ટ રસી વિકસાવી રહી છે,

તે ઉપરાંત ફકત ઓમીક્રોન વેરીયેન્ટ પર જ કામ આપતી રસી પણ તૈયાર કરી રહી છે. મોડર્ના કંપનીએ દાવો કર્યો છે કે ૨૧૪ રસી ખરીદવા માટે યુકેના અધિકારીઓએ રસ દાખવ્યો છે.

મોડર્નાના ચીફ મેડીકલ ઓફીસર ડો.પોલ બર્ટને કહ્યું કે આ બાયવેલન્ટ રસી  જોરદાર રોગ પ્રતિકારક શકિત આપતી હોવાનું પરિક્ષણોમાં જણાવ્યુ છે તેમણે એક અખબારને કહ્યું કે સ્પર્સ-કોવ-૨ વાયરસ સામે ૨૧૪ રસી ટર્નીગ પોઇન્ટ બનશે એવુ મને લાગી રહ્યું છે.

(3:46 pm IST)