Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

દાવો રદ કરવાના હુકમ સામે અપીલ દાખલ કરવામાં થયેલ ૮૮૩ દિવસની ઢીલ માફ કરાઇ

રાજકોટઃતા.૫ સીવીલ દાવો રદ કરવાના હુકમ સામે અપીલ કરવામાં ૮૮૩ દિવસની ઢીલ માફ કરી અને અપીલ દાખલ કરવાની મંજુરી સેસન્‍સ અદાલતે આપી હતી.

અહીં ના મનહર પ્‍લોટ વિસ્‍તારમા રહેતા નારણભાઇ લક્ષ્મણભાઇ જરીયા અને તેના અન્‍ય બે ભાઇઓએ રાજકોટમા જ ગોડાઉન રોડ પર આવેલ મિલકત કે જેની કિંમત અત્‍યારે કરોડોમા થાય છે તે મિલકત બાબતે રાજકોટમાં જ કલ્‍યાણ સોસાયટીમા રહેતા અમૃતબેન અરવિંદભાઇ જરીયા અને તેના સગીર સંતાનો સામે ૧૯૯૭ની સાલમા દાવો દાખલ કરેલ હતો અને આ દાવામાં નીચેની સીવીલ અદાલતે મિલકત બાબતે અગાઉ એક દાવો થઇ ગયેલ હોઇ જેથી ૨૦૧૯ની સાલમાં રેસ જયુડીકેટાના ગ્રાઉન્‍ડ પર વાદી પક્ષનો દાવો કાઢી નાખવાનો હુકમ ફરમાવેલ હતો. આ પછી દાવો કરનાર નારણભાઇનું અવસાન થયેલ હોઇ અને પ્રતીવાદી અમૃતબેનના સંતાનો પણ પુખ્‍ત થઇ ગયેલ હોઇ નારણભાઇના વારસો અને ભાઇઓને આ હકુમ સામે અપીલ કરવી હોઇ દાવાના પ્રતીવાદી અમૃતબેન ઝરીયા અને તેના સંતાનો કે જે હાલે આ વિવાદ વાળી કરોડોની મિલકતનો કબજો ધરાવે છે તે મિલકત બાબતે અપીલ દાખલ કરવા માટે પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે ડીસ્‍ટ્રીક કોર્ટમા અપીલ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ પરંતુ આ અપીલ દાખલ કરવામાં તેઓ કાયદાની નિયત સમય મર્યાદાથી ૮૮૩ દિવસ મોડા હોઇ પહેલા તેઓએ આ ઢીલ માફ કરવાની અરજી ડીસ્‍ટ્રીક કોર્ડમાં દાખલ કરેલ હતી

આ પછી આ ઢીલ માફીની અરજી દલીલ પર આવતા મુળ દાવાના વાદી પક્ષના નિકાલ શ્રી અંતાણીએ અદાલતમા લંબાણ પૂર્વકની દલીલો અને કાયદાના આધારો રજૂ કરેલ હતા અને શ્રી અંતાણીની તમામ દલીલોને માન્‍ય રાખી રાજકોટની ડીસ્‍ટ્રીક કોર્ટેવાદીઓને નીચેની કોર્ટના હુકમ સામે અપીલ કરવામાં થયેલ ૮૮૩ દિવસની ઢીલ માફ કરી આપવાનો હુકમ સામે અપીલ દાખલ કરવામાં આવેલ હતી આમ વર્ષો પહેલા અદાલતમા પતી ગયેલ મિલકતનો કાનૂની વિવાદનો જંગ ફરી શરૂ થયો છે.

ઉપરોકત કામના ગુજરનાર નારણભાઇ જરીયાના પરિવાર વતી રાજકોટના એડવોકેટશ્રી એડવોકેટ સંદીપ કે.અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:46 pm IST)