Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કોઠારીયા સોલવન્‍ટમાં દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયોઃ ક્રાઇમ બ્રાંચે નીલેષને દબોચ્‍યો

એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહીલ, જયપાલભાઇ બરાલીયા અને ધર્મેન્‍દ્રસિંહ જાડેજાની બાતમીઃ રોકડ-દાગીના મળી ૧ર હજારની મત્તા કબ્‍જે

રાજકોટ તા. પ :.. શહેરના કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર કવાર્ટરમાં થયેલી દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચે શીતળાધાર પヘીસ વારીયા કવાર્ટરમાં રહેતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર પヘીસવારીયા કવાર્ટરમાં પરપ્રાંતીય યુવાનના મકાનમાં ગત તા. ૩ ના રોજ કોઇ અજાણ્‍યા શખ્‍સોએ વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના ચોરી જતા આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. દરમ્‍યાન એક શખ્‍સ શીતળાધાર પાસે ચોરાઉ દાગીના સાથે ઉભો હોવાની એ. એસ. આઇ. રાજદીપસિંહ ગોહીલ, જયપાલભાઇ બરાલીયા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળતા શીતળાધાર પાસેથી નીલેષ ઉર્ફે ભુરી ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ.ર૦) (રહે. શીતળાધાર રપ વારીયા કવાર્ટર શેરી નં. ૧૪) ને પકડી લઇ રૂા. ૧રપ૦૦ની કિંમતના ચોરાઉ દાગીના કબ્‍જે કર્યા હતાં. આ કામગીરી પી. આઇ. વાય. બી. જાડેજા અને જે. પી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. વી. બોરીસાગર, એ. એસ. આઇ. ફરીદભાઇ, રાજદીપસિંહ, હરદેવસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, તથા જયપાલભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:47 pm IST)