Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શહેરમાંથી વધુ ૧૮૮ રખડતા પશુઓ ડબ્બે પુરાયા : સૌથી વધુ ગ્રીનલેન્ડ ચોકડી આસપાસથી પકડાયા

મનપાની એ.એન. સી.ડી. શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા. પ :  મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૃપ પશુઓ પકડવામાં આવે છે. જે અન્વેય વધુ ૧૮૮ રખડતા પશુઓ પકડવામાં આવ્યા હતા. આ અંે મનપાની સતાવાર માહિતી મુજબ  શહેરના વિસ્તારો પ્રદ્યુમનપાર્ક તથા આજુબાજુમાંથી ૨૩ પશુઓ, યુનિવર્સિટી રોડ,  વિગેરે વિસ્તારોમાંથી ૭ પશુઓ, કોઠારીયા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, રામપાર્ક, આજીડેમ પોલીસ સ્ટેશન, માનસરોવર તથા આજુબાજુમાંથી ૨૪ પશુઓ, મનહરપુર-૨, ધરમનગર તથા આજુબાજુમાંથી ૧૪ પશુઓ, મીરાનગર, શાંતીનગર, ગાંધીગ્રામ, ભારતીનગર તથા આજુબાજુમાંથી ૧૦ પશુઓપકડાયા હતા.   બાપાસીતારામ ચોક, મવડી તથા આજુબાજુમાંથી ૧૦ પશુઓ, કણકોટ પાટીયા, મોટા મૌવા તથા આજુબાજુમાંથી ૧૪ પશુઓ, સિદ્ધિ એપાર્ટમેન્ટ, નવી કોર્ટ સામે તથા આજુબાજુમાંથી ૬  પશુઓ, નરસિંહનગર, શિવમપાર્ક, વેલનાથ, ગ્રીનલેન્ડ ચોકડી, છપનીયા કવાર્ટર, જય જવાન જય કિશાન સોસાયટી, વૃંદાવન-૩, તથા આજુબાજુમાંથી ૨૮ પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૮૮ પશુઓ પકડવામાં આવેલ છે.

(3:47 pm IST)