Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક સંપન્ન

પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડનું માર્ગદર્શન

રાજકોટઃતા.૫: ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલ પ્રાથમિક સદસ્‍યતા અભિયાન-૨૦૨૨ અતંગર્ત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડની વિશેષ ઉપસ્‍થિતિમાં બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં શહેર ભાજપ મંત્રી કિશોર રાઠોડ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, રત્‍નાભાઇ રબારી, કોપોરેટર નિલેશ જલુ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના શહેરના હોદેદારો તેમજ વોર્ડના વોર્ડપ્રમુખ-મહામંત્રી, કારોબારી સભ્‍યો સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉદય કાનગડે બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વધુને વધુ સદસ્‍યો બનાવવા વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું હતું.

(3:52 pm IST)