Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ક્રિટિકલ કેર ક્ષેત્રમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું સન્‍માન મેળવતા ડો. તેજસ કરમટા

રાજકોટ તા. ૫ : હાલમાં દિલ્‍હી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું  ‘યુરો-એશિયા ક્રિટિકલ કેર કોંગ્રેસ' સંમેલન યોજાયેલ આ સંમેલન માં ગોકુલ હોસ્‍પિટલ, રાજકોટનાં સિનિયર ક્રિટિકલ કેર કન્‍સલ્‍ટન્‍ટ ડો. તેજસ કરમટાએ સમગ્ર ભારત દેશનાં  ISCCM ( Indian society of critical care medicine)તરફથી સહ સચિવ તરીકે હાજરી આપેલ. સંમેલનમાં માત્ર ભારત ના જ નહિ. વિશ્વના ક્રિટિકલ કેર ક્ષેત્રનાં ડોક્‍ટરો એ હાજરી આપેલ. આ આંતરરાષ્ટ્રીય કોન્‍ફરન્‍સમાં ડો. તેજસ કરમટાએ વૈજ્ઞાનિક સંશોધનોના પેપર રજુ કર્યા હતા, અન્‍ય ડોક્‍ટરના વૈજ્ઞાનિક લેક્‍ચર્સમાં ચેરમેનની ભૂમિકા ભજવી હતી ક્રિટિકલ કેરનો અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈ-પોસ્‍ટર કોમ્‍પિટિશનમાં જજ તરીકે ફરજ બજાવી હતી.

આંતરરાષ્ટ્રીય કક્ષા એ કાર્યરત ‘યુરોપિયન સોસાઈટી ઓફ ઇન્‍ટેન્‍સિવ કેર મેડિસિન' (ESICM) ના પ્રમુખ મૌરીઝીઓ અને ઇન્‍ડિયન સોસાઈટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (ISCCM) ના પ્રમુખ રાજીવ મિશ્રા દ્વારા ક્રિટિકલ કેર ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન બદલ ગોકુલ હોસ્‍પિટલના ડો. તેજસ કરમટા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ડો. કરમટા ક્રિટિકલ કેર ક્ષેત્રમાં થતા નવા નવા સંશોધનો વિષે હંમેશા માહિતગાર રહે છે અને અતિ ગંભીર દર્દીનું જીવન બચાવવામાં પોતાના અનુભવ અને નિપુણતા કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ અંગે હંમેશા જાગૃત રહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્‍માન મેળવવા બદલ ડો. તેજસ કરમટા ગોકુલ હોસ્‍પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તથા ડાયરેક્‍ટર્સ તેમજ ક્રિટિકલ કેર ટિમના ડો. તેજસ મોતીવરસ અને ડો. દિગ્‍વિજયસિંહ જાડેજા સહીત ગોકુલ હોસ્‍પિટલની સમગ્ર ટીમ ઉપરાંત ડોક્‍ટરોનાં અલગ અલગ એસોસિએશન જેવા કે આઈ.એમ.એ., એ.પી.આર., આઈ.એ.સી.સી.એમ (ઈન્‍ડિયન એસોસિએશન ઓફ ક્રિટિકલ કેર મેડિસિન) દ્વારા શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે

(3:56 pm IST)