Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જીટીયુના પરિણામોમાં સનશાઇનના વિદ્યાર્થીઓ ચમકયા

સનશાઇન ગ્રૃપ ઓફ ઇન્સ્ટીટયુટસન્સ મેેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ કરાવતી ગુજરાતની નામાંકિત સંસ્થાઓમાંની એક છે. આ વર્ષે અત્યાર સુધીના જાહેર થયેલા જીટીયુના તમામ પરિણામોમાં સનશાઇન ગ્રુપનો દબદબો રહ્યો છે., આ વર્ષે અત્યાર સુધીના જીટીયુના તમામ પરિણામોમાં કુલ ૧૩ થી વધુ વિદ્યાર્થીઓ જીટીયુ ટોપ ટેનમાં સમગ્ર ગુજરાતમાં સ્થાન મેળવી ચુકયા છે. જેમાં ઇન્ટીગ્રેટેડ એમબીએ સેમેસ્ટર-૧ માં બે વિદ્યાર્થીઓ ઘાટોડીયા શ્રુતિ ૯.૮૬ એસપીઆઇ અને ભોજાણી સ્તુતિ ૯.૮૬ એસપીઆઇ સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ઇન્ટીગ્રેટેડ એમબીએ સેમેસ્ટર ૩ના પરિણામોમાં અમતુલ્લા ધનિવાલા ૮.૮૬ એસપીઆઇ સાથે સમગ્ર જીટીયુમાં દ્વિતીય સ્થાન, સેમેસ્ટર ૬ ના રિઝલ્ટમાં ગાંધી ફાતેમા અને મિશા કોટક ૯.૩૪ સીપીઆઇ સાથે મસગ્ર જીટીયુમાં દ્વિતીય અને ધવલ ફિચડિયા ૯.૩૪ સીપીઆઇ સાથે સમગ્ર જીટીયુમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. આજ રીતે ઇન્સ્ટીગ્રેટેડ એમબીએ સેમેસ્ટર ૭ ના પરિણામોમાં ઉર્મિશા ચોવટીયા ૯.પ૪ એસપીઆઇ સાથે સમગ્ર જીટીયુમાં દ્વિતીય, વૈરાગી ચાંદની ૯.૩૮ એસપીઆઇ સાથે જીટીયુમાં ચોથા ક્રમે અને પંકિત ભટ્ટ ૯.ર૩ એસપીઆઇ સાથે સમગ્ર જીટીયુમાં પાંચમાં ક્રમે ઉર્તીર્ણ થયેલ છે.  તદપરાંત હમણાં જ એમબીએના જાહેર થયેલા પરિણામોમાં પણ સનશાઇનના વિદ્યાર્થીઓ ઝળકયા છે. એમબીએ સેમેસ્ટર ૩ ના પરિણામોમાં પરિતા વડેરીયા ૯.૭૩ સીપીઆઇ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઇશિતા પટેલ ૯.પ૯ સીપીઆઇ સાથે સમગ્ર જીટીયુમાં છઠ્ઠા ક્રમે તેમજ સેમેસ્ટર ૧ ના પરિણાોમમાં શ્વેતા મહેતા ૧૦ એસપીઆઇ અને સોનલ સિંધવ ૧૦ એસ.પી.આઇ. સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયેલ છે. આટલી ઝળહતી સફળતા બદલ સનસાઇનના ડિરેકટર ડો. વિકાસ અરોરા, સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ છે. સંસ્થાના ચેરમેન મીનેશ માથુરે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. 

(3:13 pm IST)