Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

નારી ગૌરવ દિન અંતર્ગત મહિલાઓને માર્ગદર્શન આપતી ભકિતનગર પોલીસ

સગીર વયના બાળકોને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી એપોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપતા પી.આઇ.જે.ડી.ઝાલા

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા મહિલા સુરક્ષા અભિયાન હેઠળ આજે નારી ગૌરવ દિન નિમીતે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમીશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એ.સી.પી એચ. એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પી.આઇ. જે.ડી.ઝાલા તથા એડવોકેટ બીનલબેન રવેશીયા, મહિલા આગેવાન કંચનબેન સિધ્ધપુરાએ મહિલાઓને સંબોધીત કરી જાગૃતતા લાવવા માટે કાયદાકીય તેમજ સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને હાલમાં મહિલાઓને પોતાના સગીર વયના બાળકોને મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક જેવી એપોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરતા તેમજ મહિલાઓમાં કાયદાકીય સામાજીક રીતે અવેરનેશ આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

(3:17 pm IST)