Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

લાયન્સ કલબ રોયલ સીટી તથા પ્રાઇડ પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ

રાજકોટ : સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારના પ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે સેવાસેતુ કાર્યક્રમો અન્વયે મિરામ્બીકા શૈક્ષણિક સંકુલ ખાતે લાયન્સ કલબ રાજકોટ રોયલ સીટી એન લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પ તથા ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ૯૫ બોટલ રકત એકત્ર થયેલ. કાર્યક્રમનું ઉદ્દઘાટન એલસીઆઇએફ મલ્ટીપલ ડીસ્ટ્રીકટ ચેરપર્સન ગુજરાત સ્ટેટ લાયન દિવ્યેશભાઇ સાકરીયા, મિરામ્બીકા સંકુલના ચેરમેન અને પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર એમજેએફ લાયન બી. ડી. જાડેજા, સીનીયર લાયન ડોલરભાઇ, લાયન હર્ષાબા જાડેજા, લાયન બીપીનભાઇ મહેતા, પ્રમુખ લાયન મિતેશ ચાવડા તેમજ પ્રમુખ નિરજ અઢીયા, કોર્પોરેટર જયાબેન ડાંગર વગેરે ઉપસ્થિત રહેલ. 

(2:41 pm IST)