Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ભાજપ સરકારની ઉજવણી સામે સમાંતર વિરોધ કાર્યક્રમો આપતી કોંગ્રેસ

ખેડૂત - ખેતી બચાવો અભિયાન : બેડી યાર્ડમાં વિપક્ષના દેખાવો - સૂત્રોચ્ચાર : ૩૨ની અટકાયત

'ખેડૂત બન્યો દેવાદાર - ભાજપની છે આ સરકાર'ના બેનરો પ્રદર્શીત : સહપ્રભારી જીતેન્દ્ર બલધેજી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ અશોક : ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા સહિતના કોંગ્રેસના આગેવાનોએ ધરપકડ વ્હોરી

આપણો ખેડૂત આપણો અન્નદાતા : બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે શહેર - જિલ્લા કોગ્રેસ દ્વારા સરકાર વિરૂધ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા તે વખતની તસ્વીરમાં શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, સહપ્રભારી જીતેન્દ્ર બલધેજી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શહેર મહિલા પ્રમુખ મનીષાબા સહિતના આગેવાનો પ્લે કાર્ડસાથે દર્શાય છે. નીચેની તસ્વીરમાં આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : ભાજપ સરકારના સુશાસન સપ્તાહની ઉજવણી સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા એક સપ્તાહ સુધી સમાંતર વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે 'ખેડૂત - ખેતી બચાવો અભિયાન હેઠળ બેડી ખાતે આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપ સરકાર વિરૂધ્ધ કાળા કાયદા, ખેડૂતોને સહાય, પાક વિમામાં અન્યાય' સહિતના મુદ્દે બેનરો પ્રદર્શીત કરી ઉગ્ર દેખાવો તથા સૂત્રોચ્ચાર કરતા પોલીસે ૪ મહિલા અને ૨૮ પુરૂષો સહિત ૩૨ કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

આ અંગે કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'ખેડૂત-ખેતી-બચાવો અભિયાન' કાર્યક્રમ દ્વારા સરકારની નિષ્ફળતાનો બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજીની ઉપસ્થિતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં ગુજરાત સરકારની નિષ્ફળતા ના કારણે આજે ગુજરાત ના ખેડૂતો પર ૯૦ હજાર કરોડ કરતા પણ વધારે દેવું થઈ ચુકયું છે. આજે ગુજરાત નો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. એક બાજુ ખાતર ના મળે, બિયારણ ના મળે, સિંચાય, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજોગોમાં ખેડૂતો ને ઉત્પાદનના પૂરતા ભાવના મળે, પાક વીમાથી રક્ષણ ના મળે, ખેડૂત અને ખેતી ખતમ કરવા માટેનું ષડયંત્ર હોય તે રીતે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કોભાંડ કરવામાં આવ્યા વિગરે મુદા ઓ સાથે ગુજરાત સરકારની નિષ્ફળતા સામે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત ના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી ઉપસ્થિત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

આ તકે સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલજી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ભીખાભાઇ વાળોતરીયા, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રમુખ હિતેષભાઇ વોરા, રાજકોટ મનપા વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, ભરતભાઈ મકવાણા, અર્જુનભાઈ ખાટરિયા, સુરેશભાઈ બથવાર, જસદણ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકીયા, દિનેશભાઇ મકવાણા, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આશવાણી, અલ્પેશભાઈ ટોપીયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા, રામભાઈ જિલરિયા, વિમલ મૂંગરા, ઠાકરસીભાઈ ગજેરા, હારદીપ પરમાર, નારણભાઈ હિરપરા, જીતેન્દ્રભાઈ રૈયાણી, મુકેશભાઈ પરમાર, સુરેશભાઈ ગરૈયા, પ્રભાતભાઈ ડાંગર, હિરલબેન રાઠોડ, રવિભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ઝાપડિયા, ભરતભાઈ બાલોન્દ્રા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શૈલેષભાઈ કપૂરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ ખુંટ, સેજુલભાઈ ભૂત, રણજિતભાઈ ગોહિલ, નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ જાડેજા, જગદીશભાઈ સાગઠીયા, હેમંત સોઢા, રણજિત મુંધવા, ભાવેશ પટેલ, રાજભા જાડેજા સહીતનાઓની પોલીસે અટક કરી કુવાડવા રોડ પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

(3:22 pm IST)