Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રેકડીઓમાંથી વાસી બિરિયાની-ચિકન-બ્રેડ-ડુંગળી-બટેટા સહીત ૩૧ કિલો અખાદ્ય ચીજોનો નાશ

હાથીખાના-રામનાથપરા-કુવાડવા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગનું રાત્રી ચેકીંગઃ કાજુ કતરી-ટોમેટો સોસ-સેઝવાન સોસ સહિત ૪ વસ્તુઓનાં નમૂનાઓ લેવાયા

રાજકોટ તા. પ :.. મ.ન.પા.નાં આરોગ્ય વિભાગે રાત્રી ચેકીંગ દરમિયાન હાથીખાના, રામનાથપરા, અને કુવાડવા રોડ વિસ્તારમાં ખાણી-પીણીની રેંકડીઓમાં ચેકીંગ કરી વાસી બિરીયાની, ચિકન, નુડલ્સ, ડુંગળી-બટેટા, વાસી બ્રેડ સહિતની ૩૧ કીલો જેટલી ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો હતો.

આરોગ્ય વિભાગની યાદી મુજબ આ ચેકીંગ દરમિયાન એ વન બીરીયાની હાથીખાના રોડ રામનાથપરા ચોકમાંથી વાસી બીરીયાની નાશ પ કિ. ગ્રા. નોન વેજ તડકા હાથીખાના રોડ રામનાથપરા ચોકમાંથી વાસી બીરીયાની તથા ચીકન નાશ પ કિ. ગ્રા., એ જે સારેમા હાથીખાના રોડ, રામનાથપરા ચોક બ્રેડ નાશ ૬ પેકેટ, ઇશ્નના ફુડ હાથીખાના રોડ રામનાથપરા ચોકમાંથી વાસી નુડલ ર કી. ગ્રા. નાશ, લક્ષ્મી પાણી પુરી પ૦ રોડ કુવાડવા રોડમાંથી ખુલ્લા કાપેલા ડુંગળી - કિ. ગ્રા.,  જયારે પ૦ ફુટ રોડ કુવાડવા રોડ પર આવેલ જય ચામુંડા ઘુઘરા માંથી વાસી ખુલ્લા ઘુઘરા ર કિ. ગ્રા., જય બજરંગ પાણીપુરી માંથી વાસી પાણીપુરીનું પાણી ૪ લીટર, જય સોમનાથ પાણીપુરી માંથી વાસી બાફેલા સડેલા બટેટા ૩ કિ. ગ્રા., શિવમ દાબેલી માંથી વાસી અનહાઇજીનીક રીતે રાખેલ ર લી. સોસ, જય બરંગ પાણીપુરી માંથી વાસી પાણીપુરીનું પાણી ૩ લીટર વગેરે સ્થળેથી કુલ ૩૧ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.

૪ સ્થળેથી નમૂનાઓ લેવાયા

જયારે જ સ્થળેથી ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ તેમાં ચીંગ્સ સીક્રેટ સેઝવાન ચટણી સ્થળ મહાવીર જનરલ સ્ટોર્સ, રણછોડનગર-૧, શેરી નં. ર૧, પટેલવાડી પાછળ, ભાવનગર રોડ (ર) અંમ્સ સીક્રેટ કાર્ડ સોયા સોંસ સ્થળ :- આશીર્વાદ સેલ્સ, ઉદ્યમસિંહ ટાઉનશીપ સામે, ખીજડાવાળા પ૦ રોડ, કુવાડવા રોડ (૩) કાજુ કતરી (મીઠાઇ લુઝ) સ્થળ :- રામકૃપા ડેરી ફાર્મ, રોયલ પાર્ક, ઇન્દીરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ (૪) હેન્ઝ ટોમેટો કેચઅપ સ્થળ પુજા સેલ્સ, તુલસીપાર્ક-ર, રૈયા ટેલીફોન એકસચેન્જ ૧પ૦ રીંગ રોડ, વગેરે સ્થળેથી આ ખાદ્ય પદાર્થોનાં નમૂનાઓ લઇને સરકારની ફુડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપેલ હતાં.

(3:19 pm IST)