Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જિલ્લા પંચાયતમાં ૨૦ મીએ સામાન્ય સભા

સભ્યોને પ્રશ્નો પુછવાની તક : વર્તમાન શાસનની ૫મી અને નવા ડી.ડી.ઓ.ના કાર્યકાળની પ્રથમ સભા : રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે મુદ્દા ઉઠશે

રાજકોટ,તા.૫ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૦ ઓગસ્ટ સવારે ૧૧ વાગ્યે પ્રમુખ ભુપત બોદરની અધ્યક્ષતામાં બોલાવવાનું નક્કી થયું છે. તેનો એજન્ડા આજે સાંજ સુધીમાં પ્રસિધ્ધ થવાની શકયતા છે. છેલ્લે તા. ૨૬ મે ના રોજ ખાસ સામાન્ય સભા મળી હતી.

જિલ્લા પંચાયતમાં ૧૭ માર્ચ કોંગ્રેસનું શાસન આવ્યા પછી પાંચમી વખત સામાન્ય સભા મળી રહી છે. પ્રશ્નોતરી સાથેની સામાન્ય સભા મળેલ. પરંતુ તે વખતે કોરોનાનું રૌદ્ર સ્વરૂપ હોવાથી સભ્યોએ ચર્ચા કરવાનું ટાળી સામાન્ય સભા ગણતરીની મીનીટોમાં આટોપી હતી. પ્રશ્નો પુછીને તેની વિસ્તૃત ચર્ચા કરી શકાય તેવી હાલના સભ્યોને પ્રથમ વખત તક મળી રહી છે. શ્રી દેવ ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ સામાન્ય સભા આવી રહી છે. આરોગ્ય, શિક્ષણ, બાંધકામ વગેરે મુદ્દા ચર્ચામાં આવશે. 

(3:27 pm IST)