Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કોરોના-કાચા માલનાં ભાવવધારાએ રાજકોટના જાણીતા 'ઇમીટેશન' ઉદ્યોગને હલબલાવી નાખ્યોઃ જબરૃ નુકશાન

૨૫૦૦ કરોડનું ટર્નઓવર થઇ ગયું ૩૦૦ કરોડનું: ૭૦૦૦ યુનિટ બંધઃ ૩ લાખ લોકો બેકાર : રાજય સરકારે આ ઉદ્યોગને ફરી ધમધમતો કરવા હાથ ઝાલવો જરૃરી

રાજકોટ, તા.૫: ૫૬ દેશમાં જેના વાવટા ફરકતા હતા તે રાજકોટના ઈમિટેશનના ધંધાને કોરોનાએ તહસનહસ કરી નાખ્યો છે. પ્રથમ લહેરથી જ જર્વેલરી માર્કેટને મહામારીનું ગ્રહણ લાગ્યું હતું. તે બીજીલહેર પુરી થયા પછી પણ પુરૃ થયું નથી. રાજકોટમાં છેલ્લા બે મહિનામાં ઈમિટેશનના ૭૦૦૦ યુનિટ બંધ થઈ જતા આશરે ૩,૦૦,૦૦૦ લોકો બેકાર બની ગયા છે.

રાજકોટ ઈમિટેશન એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહે જણાવ્યું હતું કે રાજકોટમાં ઈમિટેશનના ૧૫૦૦૦ યુનિટ આવેલા છે કાચામાલ-સામાનમાં ૬૦ ટકા જેટલો વધારો થતા તેની સીધી અસર ઈમિટેશન માર્કેટ ઉપર પડી છે અમુક માલમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે તેના કારણે ઈમિટેશન જર્વેલરીની ડીમાંન્ડ દ્યટી ગઈ છે.

બે વર્ષ પહેલા રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં ૧૫ષષષ કારખાના રાત-દિવસ ધમધમતા હતા તેમાંથી છેલ્લા ૬૦ દિવસમાં ૭૦૦૦ કારખાનાને તાળા લાગી ગયા છે જર્વેલરી બ્રાન્ડની કોસ્ટમાં દ્યરખમ વધારો થવાના કારણે તેમજ કમાણીના સમયે જ રાજય સરકાર દ્રારા બંધની જાહેરાત કરતા કરોડો રૃપિયાનો માલનો ભરાવો થઈ ગયો છે.

જીજ્ઞેશભાઈએ વધુમાં કહ્યું હતું કે કોરોનાના કારણે સતત બે વર્ષથી સરકારે ધાર્મિક સ્થળો બંધ રાખ્યા છે જયાં મોટી માત્રામાં જર્વેલરી બ્રાન્ડની સપ્લાય કરવામાં આવે છે તેમજ લગ્નગાળામાં પણ આ માર્કેટને કમાણી થતી હોય છે આ વર્ષે લગ્નની સીઝન પણ ફેઈલ ગઈ છે તેમજ તહેવારમાં પણ પાબંધી મુકવામાં આવતા ઈમિટેશન માર્કેટને જબરૃ નુકશાન થયું છે.

રાજકોટ ઈમિટેશન માર્કેટનું વાર્ષિક ટર્નઓવર ૨૫૦૦ કરોડ આસપાસ હતું બે વર્ષથી ધંધો ઠપ્પ થતા અત્યારે માર્કેટનું ટર્નઓવર ૩૦૦ કરોડ આસપાસ પહોચી ગયું છે જર્વેલરી માર્કેટની ડિમાન્ડ દ્યટી જતા બેકારીનું પ્રમાણ વધી ગયું છે. હવે આ માર્કેટને ઉગારવા માટે રાજય સરકાર અન્ય ઉદ્યોગોને જેમ પ્રોત્સાહન આપે છે તેવી રીતે રાજકોટના ઈમિટેશન ઉદ્યોગ માટે ટેકસ ફ્રી ઝોન જાહેર કરવામાં આવે તેવી રજુઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.

કોરોના અને બેકારીના કારણે રાજકોટમાં વેપારીઓ અને કારીગરો આર્થિક સંકળામણમાં આવી ગયા છે ધંધા ભાંગી જતા વેપારી અને કારીગરોના આપધાતના બનાવો વધ્યા છે. દર ૧૫ દિવસે એક વેપારી અથવા ઈમિટેશનના કારીગર જીવન ટુંકાવે છે. અત્યાર સુધીમાં ચાર વેપારીઓએ આપધાત કરી લીધા છે જો રાજય સરકાર તરફથી સહાય આપવામાં નહી આવે તો હજુ પરીસ્થિતિ વણસવાની ભીતી વ્યકત કરવામાં આવી રહી છે.

કઈ કઈ વસ્તુમાં કેટલો ભાવવધારો થયો ?

વસ્તું   જુનો ભાવ(કિલો)        નવો ભાવ (કિલો)

કોપર   ૪૫૦   ૭૫૦

મોતિ   ૧૩૦   ૧૯૫

ડાયમંડ         ૨૦     ૩૨ (ગ્રુસ)

પ્લાસ્ટીકડબ્બા  ૧૫૦   ૨૪૫

બ્રાસ    ૩૫૦   ૬૦૦

લોખંડ  ૧૨૦   ૧૮૫

ઝીંક    ૨૧૦   ૨૮૫

મીણ    ૬૦૦   ૯૦૦

ગ્લાસબીઝ      ૨૫૦   ૩૭૫

(3:55 pm IST)