Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વરસાદ ખેંચાતા ચિંતાનાં વાદળો

૧પ ઓગસ્ટ સુધીમાં આજી ડેમમાં નવુ પાણી ન આવે તો નર્મદા નીર માંગવા પડશેઃ અમિત અરોરા

આજીમાં ૩પ૦ MCFT, ન્યારીમાં ૬પ૦ MCFT, અને ભાદરમાં ૧પ૭૬ MCFT જળ જથ્થો ઉપલબ્ધ

રાજકોટ તા. પ :.. ચોમાસુ હવે મધ્યમાં પહોંચ્યું છે. ધોરી મહીનો ગણાતાં અષાઢ માસમાં પણ જોઇએ તેવો વરસાદ નથી પડયો અને વરસાદ ખેંચાયો છે.  ત્યારે હવે જો ૧પ ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ ન થાય અને આજી ડેમમાં ૧પ ઓગસ્ટ સુધીમાં જોઇએ તેટલી માત્રામાં નવા પાણીની આવક ન થાય તો સરકાર પાસે વધુ એક વખત નર્મદા નીર માંગવા પડશે. તેમ મ્યુ. કમિશનર અમિત અરોરાએ પાણીની ચિંતા કરતાં જણાવ્યું હતું.

આ બાબતે શ્રી અરોરાએ જણાવ્યું હતું કે હાલમાં આજી ડેમમાં ૩પ૦ એમ. સી. એફ. ટી. ન્યારીમાં ૬૧પ એમ. સી. એફ. ટી. અને ભાદર ડેમમાં ૧પ૭૬ એમ. સી. એફ. ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે.

એ હીસાબે રાજકોટમાં દરરોજ ર૦ મીનીટ પાણી વિતરણ કરીએ તો ત્રણેય ડેમનું પાણી નવેમ્બર સુધી ચાલે તેમ છે.

આથી વરસાદ પડે અને ત્રણેય ડેમમાં નવા પાણીની ધોધમાર આવક થાય તે જરૃરી છે. દરમિયાન વરસાદ ખેંચાતાં આજી ડેમની પરિસ્થિતિ કટોકટી ભરી છે હવે અઠવાડીયા પછી આજીમાં સૌની યોજના મારફત નર્મદા નીર ઠાલવવા જરૃરી બને તેમ છે એટલે આ મુજબનું પ્લાનીંગ તૈયાર કરાયું છે. 

(3:56 pm IST)