Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજકોટ જિલ્લાના ૧૦૪ વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં

વિસ્તારોના નામ સહિત કલેકટરનું જાહેરનામુ : માઇક્રો - કન્ટેનમેન્ટ ઝોનમાં વિશેષ તકેદારી

રાજકોટ તા. ૬ : જિલ્લા કલેકટર શ્રીમતિ રેમ્યા મોહને જિલ્લાના ખાખડાબેલા, ઉપલેટા, ત્રાકુડા, ગોંડલ, જેતપુર, પડધરી, પાંભર ઇંટાળા, જેતલસર, ધોરાજી વગેરેના કોરોનાથી વિશેષ અસરગ્રસ્ત ૧૦૪ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.

કલેકટરે જાહેરનામામાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ છે, જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે તે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ, લોધિકા, જેતપુર, રાજકોટ તાલુકા, પડધરી, ઉપલેટા, ધોરાજી, જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણીના જુદા-જુદા ગ્રામ્ય - શહેરી વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયેલ હોઇ તથા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતી હોઇ, આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, રાજકોટના વંચાણે પત્રથી સદરહું વિસ્તારમાં માઇક્રો - કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા સંબંધે દરખાસ્ત થઇ આવેલ છે. તે અંતર્ગત તેવા ઝોન જાહેર કરાયેલ છે.

(11:29 am IST)