Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજકોટ એસ.ટી.ના ગ્રામ્ય રૂટની રાત્રી બસ સેવા કાલે બપોરથી શરૂ

રાજકોટ, તા., ૫ : એસ.ટી. દ્વારા હવે ધીરે ધીરે બસ વ્યવહાર શરૂ કરવામાં આવી રહયો છે. કોવીડ-૧૯ ગાઇડ લાઇનનાં નિયમોના અમલ સાથે હવે કાલે રવિવારે બપોરથી ગામડાના રૂટની રાત્રી બસ સેવાનો પ્રારંભ થનાર છે.

એસ.ટી. ડેપોએ જાહેર કર્યા મુજબ કાલથી બેડલા, લોધીકા, ખાખરાબેલા, થોરીયાળી, ઉન્ડ ખીજડીયા, રાદડ, છેલ્લી ઘોડી, મોરીદળ, ખરેડી, દાણીધાર, રણુજા, હડમડીયા, હકુમતી સરવણીયા, વજીર ખાખરીયા, ધુડશીયા, સમાણા, અજીતગઢ, જીવાપર, દોમડા, થોરાળા, મોજ ખીજડીયા આ તમામ ગામોની નાઇટ ગ્રામ્ય બસ સર્વિસ કાલે રવીવાર બપોરથી શરૂ થશે.

(1:49 pm IST)