Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજકોટ માહિતી ખાતાના પાંચ મીડિયા કવરેજ કર્મયોગીઓ કોરોના પોઝિટિવ

માહિતી ખાતાની કચેરી ખાતે યોજાયો એન્ટીજન ટેસ્ટનો કેમ્પ

રાજકોટ તા. ૫ : રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે મહાનગર પાલિકા અર્બન હેલ્થ સેન્ટર, જંકશન પ્લોટ વિસ્તારની આરોગ્ય ટીમ દ્વારા કર્મચારીઓના આરોગ્યની તપાસ અને કોરોના નિદાન માટે એન્ટીજન ટેસ્ટનો કેમ્પ યોજાયો હતો.

રાજકોટ મહાનગર પાલીકા જંકશન પ્લોટ, અર્બન હેલ્થ સેન્ટરના આર.બી એસ.કે તબીબ ડો. સિધ્ધિબેન વિઠલાણી અને હેલ્થ કાર્યકર વામનભાઇ મેર સહિતના સ્ટાફ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓ અને કચેરીમાં આવતા રીનોવેશનના શ્રમયોગીઓ સહિત ૪૧ લોકોનો કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પ્રાદેશિક માહિતી કચેરી ખાતે યોજાયેલ આ એન્ટીજન ટેસ્ટના કેમ્પ દરમિયાન રાજય સરકારની પ્રચાર - પ્રસારની સુપેરે કામગીરી કરી રહેલા માહિતી વિભગના પાંચ કર્મયોગીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ હોમ આઇસોલેટેડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

જયારે આ દર્દીઓના કલોઝ સંપર્કમાં આવેલા બે કર્મયોગીઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા આ કચેરીમાં આવેલ કોરોના પોઝીટીવ કેસને ધ્યાને લઈ સમગ્ર કચેરીને સેનીટાઈઝ કરવામાં આવી હતી.

(2:35 pm IST)