Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૬૯ વર્ષના ભારતીબેને હરાવ્યો કોરોનાનેઃ સિવિલના ડોકટરો-નર્સોની શ્રેષ્ઠ સારવારથી પુનઃજીવન મળ્યાનો હરખ

પોઝિટિવ આવતાં હું અને ત્રણ પુત્રો ગભરાઇ ગયા'તાઃ પણ સિવિલમાં ૧૫ દિવસ સુધી સતત મારી સંભાળ રાખી સારવાર અપાતાં ભય દૂર થયોઃ નિયમિત દવાઓ અને આરોગ્યવર્ધક ભોજનના પણ કર્યા વખાણ

રાજકોટ, તા. ૫ : 'રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી તરીકે મને ઉત્ત્।મ સારવારથી લઇ આરોગ્યવર્ધક ભોજન પ્રાપ્ત થતાં મને  નવ જીવન પ્રાપ્ત થયું છે. મારા સહિત પરિવારજનો પણ ખુશ છીએ કે હુ કોરોનાના સંક્રમણથી બહાર આવી શકી છું. આ માટે મારી સારવાર કરનાર તબીબી, નર્સો સહિતના તમામ સ્ટાફની આભારી છું.' આ વાત કરે છે રાજકોટના રહેવાશી ભારતીબેન મશરૂના.

ભારતીબેનનું આ નવજીવન સીવીલની શ્રેષ્ઠ સારવારના કારણે શકય બન્યુ છે. તેમની કોરોનાને હરાવવાની લડાયક વૃત્ત્િ।થી કોરોનાનું સંક્રમણ પરાસ્ત થયું છે. ભારતીબેનને સામાન્ય શરદી તાવ જેવા લક્ષણો હોવાથી દવા લેવા તા.૧૭-૮-૨૦ના રોજ સિવિલ હોસ્પિટલ ગયા હતા. જયાં તેમનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટીવ રિપોર્ટ આવે છે. તેથી તેઓને સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં જ ૧૫ દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

ભારતીબેનને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેથી તેમને સરકારી તબીબો દ્વારા સાત દિવસ સુધી ઓકિસજન આપવામાં આવતો હતો. ત્યારબાદ બીજો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. જેથી ભારતીબેન સહી સલામત રીતે કોરોનાને મહાત આપી નવજીવન પ્રાપ્ત કરી પોતાના ઘરે પરત ફર્યા છે. ભારતીબેન કહે છે કે મને જયારે જાણ થઇ કે કોરોના છે ત્યારે પહેલા તો હું અને મારા ત્રણ પુત્રો  ગભરાઇ ગયા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં અપાયેલી શ્રેષ્ઠ અને સમયસરની સારવારના કારણે હું આજે  કોરોનામુકત બની છું.

આ વિશે ભારતીબેન કહે છે કે, હું ૧૫ દિવસ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ તે દરમિયાન  મને દરરોજ ચારથી પાંચ વાર અલગ અલગ ડોકટર, નર્સો સહિતનો મેડિકલ સ્ટાફ આવી ઓકિસજન લેવલ તપાસતું. બીજા અનેક પ્રકારના ટેસ્ટ પણ થતાં હતા. નિયમિત દવાઓ અપાતી હતી. બપોરે અને રાત્રે ભોજન પણ આરોગ્યવર્ધક સારી ગુણવતાનું પૂરુ પડાતુ હતું. સવારે અને સાંજે ચા અને હળવો ગરમ નાસ્તો તથા રાત્રે હળદળવાળું દૂધ આપવામાં આવતું હતું.

(2:35 pm IST)