Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અને સગાઓ વચ્ચે સંપર્ક કરાવવા કન્ટ્રોલ રૂમઃ નં-૬૩૫૨૫ ૯૯૩૦૦, ૯૩૧૩૭ ૧૭૫૮૪

રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ (કોવિડ-૧૯) સારવાર માટે દાખલ થતાં દર્દીઓની આરોગ્ય વિષયક અઘતન માહિતી તેમના સગા સબંધીઓને ફોન દ્વારા સરળતાથી મળી શકે તે માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડ ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં બે ટેલીફોન નંબર ૯૩૧૩૭૧૭૫૮૪ અને ૬૩૫૨૫૯૯૩૦૦ કાર્યરત રહે તેવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલીફોન લાઇન રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે.

આ કંટ્રોલ રૂમના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ સતત હાજર રહી માહિતી આપશે. જેથી આ ટેલીફોન નંબરવાળી હેલ્પલાઇન પર દર્દીના સગા સબંધીઓ દર્દીની આરોગ્ય વિષયક માહિતીનો લાભ મેળવે તેવી અપીલ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા લોકોને કરવામાં આવી છે.

(2:37 pm IST)