Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

લોઠડામાં જગદીશ પરમારના મકાનમાં દરોડોઃ જુગાર રમતા છ શખ્સો પકડાયા

આજીડેમ પોલીસનો દરોડોઃ મકાનમાલીક જગદીશ, જયદીપ, નિલેશ, ભરત, કિશોર અને કાંતીની ધરપકડ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. પ : શહેરના ભાવનગર રોડ પર લોઠડા ગામમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર આવેલા લોઠડા ગામમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ કુલદીપસિંહ જાડેજા અને ઉમેદભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે પી.આઇ.વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.ડી.વાળા, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉમેદભાઇ ગઢવી તથા ભીખુભાઇ મૈયડ સહિતે લોઠડા ગામ વડાલીયા ફુડસની પાછળ મકાનમાં દરોડો પાડી મકાન માલીક જગદીશભાઇ નરસિંહભાઇ પરમાર (ઉ.૩ર), કોટડાસાંગાણી રાજપરા નરસંગ ટેકરી પાસેના જયદીપ ભરતભાઇ રાઠોડ (ઉ.ર૩), કોઠારિયા રોડ ગણેશનગર શેરી નં.૩ના નિલેશ મનસુખભાઇ સોલંકી (ઉ.૩૪), લોઠડાગામના ભરત જીવણભાઇ કંબોઇ (ઉ.૩પ), કાથરોટા (ગામના કિશોર સામતભાઇ મકવાણા(ઉ.૩પ) અને કોઠારિયા રોડ જુનુ સ્વાતી પાર્ક શેરી નં.૩ ના કાંતી ગોવિંદભાઇ ઘાડીયા (ઉ.પ૦) ને પકડી લઇ રૂ.૩૩,૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે તમામ સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી હતી.

(2:38 pm IST)