Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મન શાંત રાખશો તો બધે જ સફળ થશો : ડો. અરોરા

કેએસપીસી દ્વારા 'હેપ્પીનેસ મેટર્સ' વિષય પર યોજાય ગયો બેબીનાર

રાજકોટ તા. ૫ : 'મનને શાંત રાખશો તો બધે જ સફળ થશો. તમારો સ્વભાવ  અને વલણ નકકી કરે છે કે તમે ખુશ રહેશો કે નાખુશ. જીવનમાં હકારાત્મક બનો. સારા મિત્રો સાથે સમય ગાળો. કોઇ પણ કાર્ય કરવામાં ધીરજ દાખવો' તેમ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા હેપ્પીનેસ મેટર્સ વિષય પર યોજાયેલ વેબીનારને સંબોધતા શનસાઇન ઇન્સ્ટીટયુટના કેમ્પસ ડાયરેકટર ડો. વિકાસ અરોરાએ જણાવ્યુ હતુ.

કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ પ્રાસંગીક પ્રવચનમાં કોરોના જેવી મહામારીના કારણે જીવનશૈલીમાં દરેક તબકકે થઇ રહેલ અસરો પર છણાવટ કરી હતી. ઓનલાઇન વ્યવહારોને સમજવા અનુરોધ કર્યો હતો. વેબીનારમાં ૧૦૦ થી વધુ લોકો જોડાયા હતા. સમગ્ર વેબીનારની વ્યવસ્થા માનદમંત્રી મનહરભાઇ મજીઠીયા અને ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દીપકભાઇ સચદેએ સંભાળી હતી.

(2:41 pm IST)