Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સગીરાના અપહરણ-બળાત્કાર-પોકસોના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. પઃ સગીરાને અપહરણ કરી ભગાડી જઇ બળાત્કાર ગુજારી પોકસોનાં ગુન્હામાં જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની પ્રાપ્ત માહીતી અનુસાર રાજકોટ જીલ્લાનાં વિંછીયા ગામ પાસે આવેલ એક ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ અને વાડીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી અને ભોગ બનનાર સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવેલ હતો.

આ કામની ફરીયાદ ભોગ બનનાર સગીરાનાં પિતાશ્રીએ વિંછીયા પો. સ્ટે.માં આપેલ હતી. ફરીયઇાદીની ફરીયાદ મુજબ પોતાની સગીર વયની દીકરીને આ કામનાં આરોપી રાજેશ જીલુભાઇ ડાભી તથા અન્ય આરોપીઓ મળી રાજેશ ડાભીનાં મોટર સાયકલ અપહરણ કરી લઇ ગયેલા હતા અને ફરીયાદીએ દીકરીની શોધખોળ કરતાં મળી આવી ન હતી. બાદમાં ફરીયાદીની સગીર દીકરી તથા આરોપી સરવા-તુરખા રોડ પરથી પકડાઇ ગયેલા હતા અને સગીર દીકરીનાં પોતાનાં મામાના ઘરે મોકલી આપેલ હતી. પરંતુ આ કામનાં આરોપીઓ દ્વારા ત્યાં પણ સગીરાનો સંપર્ક કરેલ હતો. જેથી આ કામનાં ફરીયાદીએ આરોપી રાજેશ ડાભી તથા અન્યો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવેલ.

પોલીસ દ્વારા હાલનાં અરજદાર રાજેશ જે. ડાભી તથા અન્ય (ર) આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતાં નામ. કોર્ટ દ્વારા બધાં આરોપીઓને જેલ હવાલે કરેલ હતા.

જેમાંથી આ કામનાં અરજદાર રાજેશ જીલુભાઇ ડાભી પોતાને જેલમુકત થવાં સ્પેશ્યલ પોકસો કોર્ટ સમક્ષ જામીન અરજી ગુજારેલ. જેમાં અરજદારનાં એડવોકેટ એ હકીકત વિષયક તથા કાયદા વિષયક કાયદાકીય દલીલો કરેલી હતી. જે દલીલો ગ્રાહય રાખી આ કામનાં અરજદારને જામીન મુકત કરવાનો હુકમ રાજકોટનાં સ્પે. પોકસો અદાલત દ્વાર ફરમાવેલ હતો અને અરજદારને જામીન મુકત કરેલા હતા.

આ કામમાં આરોપી રાજેશ જીલુભાઇ ડાભી વતી રાજકોટનાં એડવોકેટ જીજ્ઞેશ જે. તેરૈયા, નીલેશ એમ. અગ્રાવત, સુનીલ સાંથલીયા, મોહીત રવિયા, કૌશીક સાવલીયા, જીતેન્દ્ર કુબાવત રોકાયેલા હતા.

(2:42 pm IST)