Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોટામોવાના મયુર શીંગાળા હત્યા કેસમાં આરોપીની માનવતાની જામીન રદ

રાજકોટ,તા.૫ : રાજકોટના ચર્ચાસ્પદ મોટામવા ગામના સરપંચ તથા રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ખુનના આરોપસર છેલ્લા અગીયાર-બાર વર્ષથી જેલ હવાલે રહેલ ઉત્તમ ગાંડુભાઈ વકાતરે મણકા તથા કરોડરજજુની બીમારી સબબ મેડીકલના ગ્રાઉન્ડસર ૩૦ દિવસના વચગાળાના જામીન પર મુકત થવા કરેલ જામીન અરજી રાજકોટના સેશન્સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ઉત્ત્।મ ગાંડુભાઈ વકાતર દ્વારા તેઓને શારીરીક જુદી જુદી તકલીફો અને બીમારીઓ હોય, જેમા તેઓને કરોડરજજુ તથા મણકાની તકલીફ હોય અને મણકામાં તીરાડ પડી ગયેલ હોય, સીધા ઉભા રહી શકતા ન હોય કે સુઈ શકતા ન હોય કે નિત્યક્રમ કરી શકતા ન હોય, રાજકોટ મુકામે પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર માટે મેડીકલ ગ્રાઉન્ડસર ૩૦ દિવસ જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ કોટમાં જામીન અરજી કરેલ.

ઉપરોકત તમામ રજુઆતો અને રેકર્ડ પરની હકીકતો તેમજ અરજદાર તરફે રજુ થયેલ મેડીકલના કાગળો વંચાણે લેતા અરજદારે બે વખત ગળાફાંસાથી આત્મ હત્યાની કોશીષ કરી પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર માટે જેલ સતાધીશો ઉપર દબાણ લાવવા કોશીષ કરેલ હોય ત્યારે આવી જામીન અરજી મંજુર કરી શકાય નહી તેમ માની અરજદારની જામીન અરજી રદ કરવામા આવેલ.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા તથા સ્પેશ્યલ પી.પી. નીરંજન એસ. દફતરી તથા ભાવીન દફતરી, પથીક દફતરી, દિનેશ રાવલ, વીક્રાંત વ્યાસ રોકાયેલ હતા.

(2:42 pm IST)