Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૮૭ અધ્યાપકોની એડહોક ધોરણની ભરતી : ૧૬મીથી ઈન્ટરવ્યુ પ્રક્રિયાનો પ્રારંભ

રૂ. ૧૮ થી ૪૦ હજારના માસિક પગાર માટે કરાર આધારીત ભરતી કરાશે

રાજકોટ, તા. ૫ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે વિવિધ શિક્ષણ ભવનોમાં એડહોક ધોરણે અધ્યાપકોની ભરતી કરવામાં આવે છે ત્યારે કોરોનાની સ્થિતિમાં આ વર્ષે ભરતી કરવાની કામગીરી ત્રણ માસ મોડી શરૂ થઈ છે. આગામી ૧૬મી સપ્ટેમ્બરથી અધ્યાપકો માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ, રસાયણ શાસ્ત્ર, ફામર્સી, ભૌતિક શાસ્ત્ર ભવન શિક્ષણ શાસ્ત્ર ભવન, શારીરીક શિક્ષણ ભવન નેનો સાયન્સ વિભાગ, હોમ સાયન્સ ભવન, પત્રકારત્વ ભવન સહિતના વિવિધ ભવનોના એડહોક ધોરણે ભરતી કરવાનો નિર્ણય સીન્ડીકેટે લીધો છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઈટ ઉપર વિગતો ટૂંક સમયમાં મૂકાનાર હોવાનું જાણવા મળે છે

(3:24 pm IST)